
Ahmedabad : ગુજરાત સહિત દેશમાં ફરી એક વાર કોરોનાએ કહેર વર્તાવાનું શરુ કર્યું છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધાખો થઈ રહ્યો છે. ત્યારે ત્રણ વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયુ છે આ સાથે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક્ટિવ કેસ થઈ ગઈ છે.
અમદવાદમાં કોરોના વકર્યો
મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 320 પાર થઈ ગઈ છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 વધુ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાને કારણે એક મોત પણ થયું છે. નોંધનીય છે કે, 3 વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું છે.
અમદાવાદમાં કોરોનાના 163 એક્ટિવ કેસ
અમદાવાદમાં કોરોનાએ ફરી એક વાર માથું ઉચક્યું છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. માત્ર અમદાવાદમાં જ કોરોનાના 163 એક્ટિવ કેસ છે. ગત 31 તારીખે અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા હતા તેમજ એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું મોત પણ થયું છે. મળતી માહિતી મુજબ કોરોનાને કારણે એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દાણીલીમડાની 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ અમદાવાદમાં ૩ વર્ષ બાદ કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો:
Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ
Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો
Mgnrega Scam: કૌભાંડી મંત્રી પુત્રોના અઘરા દિવસો, બળવંત ખાબડની પણ ફરી ધરપકડ
Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર
JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?








