
Investigation Mehsana firecracker factory: સાબરકાંઠાના ડીસામાં ફટકાડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં મધ્યપ્રદેશના 21 લોકોના કરુણ મોત થઈ ગયા છે. જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે હવે મહેસાણા જીલ્લા વહીવટી તંત્રની ઊંઘ ઉડી છે. તંત્રના અધિકારીઓએ ફટાકડાના દુકાનો અને ગોડાઉનોમાં તપાસ હાથ ધરી છે.
મહેસાણાના તંત્રએ ડીસાની ઘટનાાંથી બોધપાઠ લઈ કોઈ દુર્ઘટના ના સર્જાઈ તે માટે શહેરની દારુખાનાની દુકાનો અને ગોડાઉનોમાં તપાસ કરી રહ્યું છે. મામલતદાર અને પ્રાંત અધિકારીઓની ટીમે ફટાકડાની દુકાનો અને ગોડાઉન મળી 10 જગ્યાએ આકસ્મિક ચેકીંગ કર્યું હતુ. તપાસ દરમિયાન 31 માર્ચે પરવાનો પૂરી થઈ જવા છતાં નવી પરમીશન ન લીધેલી ત્રણ જેટલી ફટાકડાની દુકાનોને બંધ કરાવવામાં આવી છે. જયાં સુધી રીન્યુ થઈને પરવાનો ના આવે ત્યાં સુધી ત્રણ દુકાનોને નુગર સ્થિત ગોડાઉન બંધ કરાયા છે.
જિલ્લા અધિક કલેકટરે જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને તપાસના આદેશ કર્યા છે. કલેકટર દ્વારા જિલ્લામાં ચાલતી ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં તપાસના આદેશ આપ્યા છે. જેથી મહેસાણામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. લાયસન્સ વિનાના ગોડાઉન મળે તો કાર્યવાહી કરી બે દિવસમાં રિપોર્ટ મોકલી આપવા હુકમ કર્યો છે.
આ પણ વાંચોઃ ફટાકડાનો ઈતિહાસ, ભારતમાં ફટાકડા ફોડવાની શરૂઆત કેવી રીતે થઈ? | Fireworks History
આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA
આ પણ વાંચોઃ વક્ફ બીલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાંથી પાસ કરવું પડશે| Rajya Sabha Waqf Bill
આ પણ વાંચોઃ ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ બની રહી છે? | Fireworks factories