
Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની ચેઈન લૂંટાઈ હતી. જો કે હજુ સુધી તે આરોપી પકડાયો નથી. ત્યારે દિલ્હી પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે. 15 ઓગસ્ટને લઈ શનિવારે મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં નકલી બોમ્બ લાલ કિલ્લા નજીક મૂકવામાં આવ્યો હતો. જો કે લાલ કિલ્લા પોલીસના 7 પોલીસ જવાનો તેને શોધી શક્યા નથી. જેને લઈ સાતયે પોલીસકર્મીઓે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનયી છે કે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી ધ્વજ ફરકાવે છે. જેની અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરુપે દિલ્હી પોલીસ સુરક્ષાને લઈ મોકડ્રીલ યોજી રહી છે. જેથી લાલ કિલ્લા નજીક એક ડમી બોમ્બ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તૈનાત પોલીસકર્મીઓને તેની ખબર જ ના પડી. ત્યારબાદ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિત દિલ્હી પોલીસના સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
પોલીસે માહિતી આપી
Days after seven policemen of North district were suspended after they failed to intercept a Delhi Police Special Cell team that snuck in with a dummy bomb during a mock drill at the Red Fort, now police personnel are checking credentials of colleagues of their own department. L pic.twitter.com/qEKTf7bjY9
— Mahender Singh Manral (@mahendermanral) August 5, 2025
દિલ્હી પોલીસ 79મા સ્વતંત્રતા દિવસની તૈયારી માટે સુરક્ષા કવાયત કરી રહી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સ્પેશિયલ સેલે શનિવારે આ કવાયત હાથ ધરી હતી, જે દરમિયાન તેઓ સાદા કપડાં પહેરી નકલી બોમ્બ લઈને લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશ્યા હતા. તે સમયે લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ બોમ્બ શોધી શક્યા ન હતા, જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે, વડા પ્રધાન લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યા પછી રાષ્ટ્રને સંબોધિત કરે છે. દેશ-વિદેશના ઘણા લોકો ત્યાં હાજર હોય છે. આવી સ્થિતિમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આ પહેલા દિલ્હી પોલીસ કર્મચારીઓની બેદરકારીએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. એવું માનવામાં આવે છે કે પોલીસની આ કડકતાએ અન્ય પોલીસકર્મીઓને એક મજબૂત સંદેશ આપ્યો છે.
લાલ કિલ્લામાં પ્રવેશતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડ
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 5 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. તે બધા લગભગ 20-25 વર્ષના છે અને તેઓ દિલ્હીમાં મજૂર તરીકે કામ કરે છે. પોલીસે તેમની પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો જપ્ત કર્યા છે. જોકે, કંઈ શંકાસ્પદ મળ્યું નથી. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો:
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War