
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપે AAP ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. જેથી ભાજપે આ આરોપો અંગે અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને ફરિયાદ કરી છે. જેથી ભાજપની ફરિયાદને ધ્યાનમાં લઈ દિલ્હીના ઉપરાજ્યપાલે તપાસના આદેશ આપ્યા છે. જે બાદ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ની ટીમ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી તપાસ હાથ ધરી છે.
અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવત દ્વારા ભાજપ પર લગાવવામાં આવેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોની તપાસ ACB ટીમ કરશે. દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે LGને પત્ર લખીને આમ આદમી પાર્ટીના દાવાઓની તપાસ કરવા વિનંતી કરી હતી. પોતાના પત્રમાં, ભાજપના નેતાએ કહ્યું કે ભાજપ પર AAPના સાત ધારાસભ્યોને પક્ષપલટા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવાના આરોપો પાયાવિહોણા છે. તમે આરોપો માટે કોઈ પુરાવા આપ્યા નથી, તેની તપાસ થવી જોઈએ.
અગાઉ, ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે AAPના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જૂઠાણું બનાવનાર મશીન બની ગયા છે. દિલ્હીના લોકોએ તેમના જુઠ્ઠાણાનું પરિણામ ભોગવ્યું છે, તેથી જ દિલ્હીની હાલત દયનીય છે. અરવિંદ કેજરીવાલને ખ્યાલ આવી ગયો છે કે દિલ્હીની સત્તા તેમના હાથમાંથી સરકી રહી છે, તેથી જ તેઓ આજે આવા આરોપો લગાવી રહ્યા છે. કાલે જ્યારે તેઓ ચૂંટણી હારી જશે, ત્યારે તેઓ EVM અને ચૂંટણી પંચને દોષ આપશે.
આ પણ વાંચોઃ Surat: બાળકના મોત બાદ જવાબદાર કાર્યપાલક ઈજનેર સહિત ચાર અધિકારીઓને નોટિસ
આ પણ વાંચોઃ હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?