Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

  • India
  • June 11, 2025
  • 0 Comments

Delhi Murder Case: દિલ્હી પોલીસે 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપી નૌશાદની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા નૌશાદને પગમાં ગોળી મારી પકડી લેવામાં આવ્યો હતો.

બળાત્કાર અને હત્યાની આ ઘટના 7 જૂનના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીના નહેરુ વિહારના દયાલપુરમાં બની હતી, જેના પછી ત્યાંના લોકો ગુસ્સે ભરાયા હતા. આ બાળકીનો મૃતદેહ પડોશના એક બંધ ફ્લેટમાં સુટકેશમાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. પ્રાથમિક તબીબી તપાસમાં બળાત્કાર અને હત્યાની પુષ્ટિ થઈ હતી. પડોશમાં રહેતો નૌશાદ ઘટના પછીથી ફરાર હતો.

હાપુડથી ધરપકડ, દિલ્હીમાં એન્કાઉન્ટર

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસારનૌશાદની હાપુડથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને દિલ્હી લાવતી વખતે ઝીલ પાર્ક પાસે શૌચાલય જવાનું બહાનું બનાવ્યું અને તક મળતાં જ એક પોલીસ કર્મચારી પર બ્લેડથી હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. જેમાં એક કોસ્ટેબલ ઈજાગ્રસ્ત થયો. જેથી પોલીસે હવામાં ગોળીબાર કરી રોકાવા કહ્યું પણ ન માનતાં પગમાં ગોળી મારીને ઝડપી લીધો.

આરોપી અને ઘાયલ કોન્સ્ટેબલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વેલકમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ખતરનાક ગુનેગારને પકડવા માટે ઘણી ટીમોએ CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને દિવસ-રાત કામ કર્યું હતું. તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103 (1), 66, 13 (2) અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

ઘટના બાદ સગીર છોકરીના પરિવાર અને સ્થાનિક લોકોમાં ગુસ્સો ફેલાયો હતો અને પરિવારે નૌશાદની ધરપકડની માંગણી સાથે રસ્તા પર ધરણા કર્યા હતા.

નૌશાદ છોકરીને લલચાવીને લઈ ગયો હતો

આ ઘટના દિલ્હીમાં સગીરોની સલામતી પર સવાલ ઉભા કરે છે. નૌશાદ પડોશમાં રહેતો હતો અને છોકરીને લલચાવીને લઈ ગયો હતો. પોલીસે ખાતરી આપી હતી કે કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને કડક સજા આપવામાં આવશે. આ ધરપકડથી પીડિતાના પરિવારને રાહત તો મળશે જ, પરંતુ ગુનેગારો માટે એક મજબૂત સંદેશ પણ છે.

સવાલ એ પણ થાય છે કે  શખ્સ બ્લેડ લાવ્યો કેવી રીતે? શું પહેલેથી જ હુમલાની યોજના  બનાવી હતી? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

 

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!