
Delhi: મોદી સરકાર સતત લોકોને હેરાન-પરેશાન કરી રહી હોવાના હાલ સર્જાયા છે. આજે રવિવારે દિલ્હીના રોહિણીમાં UER-2નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ માટે ઉદ્ઘાટન સ્થળ પર મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા ઘણા કર્મચારીઓને નોકરીથી કાઢી મૂકવાની ધમકી મોદીની રેલીમાં લઈ જવાયાના આરોપ લાગ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. એક વીડિયો શેર કરીને તેમણે આરોપ લગાવ્યો છે કે મોદીની રેલીમાં ભેગી થયેલી ભીડ નકલી છે. દિલ્હીના સફાઈ કર્મચારીઓને તેમાં ભાગ લેવા માટે ડરાવવામાં આવ્યા છે. નોકરી ગુમાવવાના ડરથી તેમને બસોમાં બળજબરીથી ભરીને રેલી સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે.
नौकरी से हटाने की धमकी देकर सफाईकर्मियों को PM मोदी की रैली में लेकर जा रही बीजेपी‼️ pic.twitter.com/dgJRs32esU
— AAP (@AamAadmiParty) August 17, 2025
આ વિવાદ આમ આદમી પાર્ટી (AAP) ના સત્તાવાર x હેન્ડલ પર મૂકવામાં આવેલી એક પોસ્ટથી શરૂ થયો હતો. તે પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં બસમાં મુસાફરી કરતા લોકો સાથે વાત કરવામાં આવી રહી છે. બસમાં મુસાફરી કરતા બધા લોકો પોતાને દિલ્હીના સફાઈ કર્મચારી ગણાવી રહ્યા છે. તેઓ એક મહિલાને કહી રહ્યા છે કે તેમને ડરાવીને રેલીમાં હાજરી આપવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. એકે તો કહ્યું કે તેની પત્ની ગર્ભવતી છે. તેને પ્રસુતી થવાની હોવાથી દવાખાને જવાનું હતુ. જોકે તેમ છતાં તેમણે રેલીમાં આવવું પડ્યુ.
આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ લખ્યું છે કે, ‘ભાજપ સફાઈ કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપીને મોદીની રેલીમાં લઈ જઈ રહ્યું છે!!’ સાથે જ લખ્યું ભાજપ સરકાર દલતિ સફાઈ કર્મચારીઓ પાસે કામ નહીં રાજકારણ કરાવી રહી છે. કામ પર બોલાવી રેલીમાં મોકલવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે આ UER-2 દિલ્હી-NCR ના અંતર ઘટાડવામાં મદદ કરશે. તે NH-44, NH-9 અને NH-48 જેવા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડશે. આ ઉપરાંત, તે સોનીપત અને બહાદુરગઢના ઔદ્યોગિક વિસ્તારોને લિંક રોડથી જોડશે, જેનાથી ઉદ્યોગો અને માલસામાનની અવરજવરમાં લાગતો સમય ઓછો થશે. જો કે આવા ઉદ્ઘાટનોમાં લોકોને બળજબરીથી લઈ જવા એ અયોગ્ય છે.
આ પણ વાંચો:
Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?








