
Delhi Kunal Murder Case: 19 એપ્રિલે દિલ્હીના ન્યુ સીલમપુર વિસ્તારમાં 17 વર્ષના છોકરાની ક્રૂરતાથી હત્યાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીમાં ઝિકારાના નામથી ઓળખાતી લેડી ડોનનો દિલ્હીમાં આતંક જોવા મળ્યો છે. જે ગેંગ બનાવી ચોક્કસ મસુદાયના લોકોને ટાર્ગેટે કરી છે. 17 વર્ષિય કિશોરની હત્યામાં પણ ઝિકારાનો હાથ છે. 17 વર્ષિય કિશોરની હત્યાના કેસમાં લેડી ડોન ઝિકાર સહિત અન્ય ત્રણ યુવાનોની પણ ધરપકડ કરી છે. જે બ્લોકમાં રહેતા કુણાલની હત્યા બાદ વિસ્તારમાં હિંદુઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે. પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. તેઓ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મુખ્યંત્રી યોગી પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. બીજી તરફ કિશોરની હત્યાને લઈ આરોપીને ફાંસી આપવાની માંગ સાથે, લોકોએ જીટી રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને ખદેડ્યા હતા. સ્થાનિક લોકોએ પોતાના ઘરોની બહાર પોસ્ટરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે ‘હિન્દુઓ સ્થળાંતર કરી રહ્યા છે અને ઘરો વેચાણ માટે છે’ હિંદુએ સરકાર પાસે મદદની માંગ કરી છે.
પોલીસ કમિશનર આશિષ મિશ્રાએ જણાવ્યું હતું કે પોલીસે તપાસ તેજ કરી છે. શરૂઆતની તપાસમાં હત્યામાં સાહિલ અને તેની બહેન ઝિકારાની સંડોવણી બહાર આવી છે. એવું કહેવાય છે કે બંને ભાઈ-બહેન મળીને એક ગેંગ ચલાવે છે. આ ગેંગમાં 15 થી વધુ લોકો છે. તાજેતરમાં પોલીસે ઝિક્રાના ઘરેથી હથિયારો મળી આવ્યા બાદ આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી. તે તાજેતરમાં જેલમાંથી મુક્ત થઈ હતી. તે પોતાને લેડી ડોન ગણાવે છે. તે સોશિયલ મીડિયા પર હથિયારો સાથે પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. તે પોલીસ કસ્ટડી દરમિયાનનો પોતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
કુણાલ માતાએ મારા દિકરાની ઝિક્રા-સાહિલે હત્યા કરી
કુણાલની માતાએ આરોપ લગાવ્યો હતો કે ઝીક્રાએ તેના ભાઈ સાહિલ સાથે મળીને તેના પુત્રની હત્યા કરી હતી. એવો આરોપ છે કે ઝિક્રાને તેના પાડોશી યુવાન લાલા સાથે વિવાદ હતો. લાલા તેના ઘરેથી ફરાર છે. માતાએ આરોપ લગાવ્યો કે તેના પુત્રની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તે બીજા સમુદાયના છે. ગુરુવારે સાંજે લગભગ 7:30 વાગ્યે કુણાલ નજીકની દુકાનમાંથી દૂધ ખરીદવા ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.
કુણાલના પરિવારમાં પિતા રાજવીર, માતા પ્રવીણ, ત્રણ ભાઈઓ ગોલુ, લકી, વિરાટ અને બહેન વંદના છે. કુણાલના પિતા ઓટો ચલાવે છે. કુણાલ ગાંધી નગર સ્થિત એક દુકાનમાં કામ કરતો હતો. પિતાની બીમારીને કારણે, કુણાલ એકલો જ પરિવારનું ધ્યાન રાખતો હતો.
પરિવારે કહ્યું- દીકરાને કોઈ સાથે દુશ્મની નહોતી
કુણાલના માતા અને પિતા બંનેએ કહ્યું કે તેમના પુત્રને કોઈ સાથે દુશ્મની નથી. પિતા રાજવીરે કહ્યું કે તેમણે ચારથી પાંચ લોકોને તેમના પુત્ર પર છરી વડે હુમલો કરતા જોયા હતા. તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હત્યાના કારણો અંગે માતાએ કહ્યું કે આરોપીએ મારા દીકરા પર બીજા કોઈનો દ્વેષ કાઢ્યો હતો. તેને આમાં કોઈ લેવાદેવા નહોતી. માતાએ જણાવ્યું કે ઝિકારા ઝોયા દ્વારા ડ્રગ સ્મગલર હાશિમ બાબાની નજીક જવા માંગતી હતી. ઝોયા તેને હથિયારો મેળવવામાં મદદ કરતી હતી. જેથી પોલીસે ઝોયાની પણ ધરપકડ કરી છે.
દિલ્હીમાં યોગી મોડેલ લાગુ કરવાની માંગ
કુણાલની હત્યાનો વિરોધ કરી રહેલા લોકોએ દિલ્હીમાં યોગી મોડેલ લાગુ કરવાની માંગ કરતા પોસ્ટરો પણ હાથમાં લીધા હતા. સ્થાનિક લોકોનો આરોપ છે કે અહીં દરરોજ તેમના સમુદાયના બાળકોની હત્યા થઈ રહી છે. અત્યાર સુધીમાં સાત લોકોની હત્યા થઈ ચૂકી છે. લોકો જીટી રોડ બ્લોક કરવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને તેમ કરવાની મંજૂરી આપી નહીં. ત્યારબાદ તેઓએ જે બ્લોકમાં જ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. તણાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અન્ય સમાજના લોકો છોકરીઓને છેડતી કરે છે
સ્થાનિક લોકોએ કહ્યું કે અન્ય સમુદાયના છોકરાઓ તેમના સમુદાયના લોકોને હેરાન કરે છે. તેઓ સ્કૂલ જતી છોકરીઓને હેરાન કરે છે. ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અન્ય સમુદાયના સગીર છોકરાઓ પણ પિસ્તોલ અને છરી રાખે છે. અહીં ઘણીવાર લોકોના મોબાઈલ ફોન અને પૈસા પણ છીનવી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારું ઘર વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
હિન્દુઓને ભાગી જવા માટે મજબૂર કરવા
પટપડગંજના ધારાસભ્ય રવિન્દ્ર નેગી સહિત ઘણા નેતાઓએ પીડિત પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી અને ઘરની બહાર ન નીકળવા કહ્યું. યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને ભાજપના નેતા જય ભગવાન ગોયલે જણાવ્યું હતું કે સીલમપુરના જે બ્લોકમાં હિન્દુઓને આતંક અને ભયનું વાતાવરણ બનાવીને સ્થળાંતર કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે દિલ્હી સરકાર અને પોલીસ પ્રશાસન તરફથી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. લોકોએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને અપીલ કરી કે યોગીના બુલડોઝર મોડેલને દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવે.
પીડિતોને સંપૂર્ણ ન્યાય મળશે: રેખા ગુપ્તા, મુખ્યમંત્રી, દિલ્હી
આ કેસમાં જે લોકોના નામ સામે આવી રહ્યા છે, પોલીસ તે લોકોની શોધમાં છે. આરોપીઓ ખૂબ જ જલ્દી પકડાઈ જશે તેવી અપેક્ષા છે. આ બાબતમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. મૃતકના પરિવારને સંપૂર્ણ ન્યાય મળશે. મુખ્યમંત્રીના કહેવા મુજબ આરોપીઓને પકડી તો પાડવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં ભાજપના શબ્દોમાં કહીએ તો હિંદુઓ ખતરામાં છે. જેથી દિલ્હી સરકાર તેમને મદદ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ
Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા
Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત
Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન
Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!