
Delhi: મહેરૌલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિએ બેવફાઈની શંકામાં તેની 30 વર્ષીય પત્નીની હત્યા કરી દીધી. ત્યારબાદ, તેણે તેના સાથીઓની મદદથી, મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દીધો. પોલીસે આ કેસનો ખુલાસો કર્યો છે અને પતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
મહિલા મિત્રએ ફરિયાદ નોંધાવી
આ ઘટનામાં મૃતકની એક મહિલા મિત્રએ 10 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેમકે તેની મિત્રએ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને શોધખોળ કરી પરંતુ તે ના મળી પછી શંકા જણાતા ફરીયાદ નોંધાવી હતી.
સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાથી હકીકત સામે આવી
મહિલાના ગુમ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસમાં જાણવા મળ્યું કે 31 જુલાઈના રોજ, મહિલાને તેના પતિ શબાબ અલી તેના મિત્રો સાથે કારમાં લઈ જઈ રહ્યા હતા.ત્યારબાદ, પોલીસે આ સનસનાટીભર્યા કેસનો ખુલાસો કર્યો છે અને પતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે SDM ની હાજરીમાં કબરમાંથી મૃતદેહ બહાર કાઢ્યો.
આરોપીએ કબૂલાત કરી
આરોપીએ કબૂલાત કરી કે તેણે 2 ઓગસ્ટના રોજ તેની પત્નીને ઊંઘની ગોળીઓ અને ઝેરી જંતુનાશક દવા આપીને હત્યા કરી હતી. આ પછી, તેના મિત્રો શાહરૂખ અને તનવીરની મદદથી, તેણે રાત્રે ચંદનહૌલા કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવી દીધો હતો.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ