
Delhi NCR earthquake: ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.આ સમય દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. મળતી માહિતી મુજબ, ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું રોહતક હતું.
An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit Jhajjar, Haryana today at 9:04 am IST. Strong tremors felt in Delhi-NCR.
(Pic: National Center for Seismology (NCS) pic.twitter.com/wR3es0JJWh
— ANI (@ANI) July 10, 2025
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા
મળતી માહિતી મુજબ સવારે 9.04 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાનું ઝજ્જર હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી. ભૂકંપના આંચકાથી ડરીને લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા.
#WATCH | A 4.4 magnitude earthquake hit Jhajjar, Haryana at 9.04 am IST today. Strong tremors were felt in Delhi-NCR. Delhi Metro trains were stopped for 2-3 minutes as a precautionary measure, as per SOP.
A passenger, Arshad says, “The train stopped around 9.04-9.05 am. We… pic.twitter.com/QdVf6hqwaB
— ANI (@ANI) July 10, 2025
ભુકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસે છે, એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.
રિક્ટર સ્કેલની તીવ્રતા 1 થી 9 સુધીની હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, તે કેન્દ્રમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 નો અર્થ ઓછી તીવ્રતાવાળી ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે. 9 નો અર્થ સૌથી વધુ છે. અત્યંત ભયાનક અને વિનાશક તરંગો. જેમ જેમ તેઓ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.








