
Delhi Blast: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો કારમાં મોટો વિસ્ફોટ થયો છે. જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે થી ત્રણ લોકો ઈજાઓનો ભોગ બન્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIAની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચથી છ વાહનો બળી ગયા.
दिल्ली में लाल किले के पास कार में ब्लास्ट के बाद एक और वीडियो-
एक कार में ब्लास्ट के बाद कई गाड़ीयां जलीं, कई लोगों के घायल होने की खबर है।
मौके पर फॉरेंसिक की टीम पहुंच गई है। #Delhi #Lalquila #Blast #DelhiBlast #Delhicarblast pic.twitter.com/lHXJbv8W4Z
— Vinay Saxena (@vinaysaxenaj) November 10, 2025
ફાયર બ્રિગેડને વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની એક ટીમે તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી.
વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ સૂચવે છે કે આ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. દરમિયાન, નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલ ચોકની આસપાસના સમગ્ર વિસ્તાર અને રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે.
વિસ્ફોટ પછી કારમાં આગ લાગી ગઈ, જેના કારણે સાત-આઠ અન્ય વાહનો પણ લપેટમાં આવી ગયા. વિસ્ફોટની તસવીરો ચિંતાજનક છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટથી નજીકના પાર્ક કરેલા વાહનોની બારીઓ તૂટી ગઈ હતી. વિસ્ફોટ સમયે મોટી ભીડ હતી. બે કે ત્રણ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કારમાં રહેલા CNGને કારણે વિસ્ફોટ થયો હતો કે અન્ય કોઈ કારણસર. ફાયર બ્રિગેડના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે.
આ પણ વાંચો:
Rajkot: વીડિયો કોલ પર સતત વાતો કરી નર્સે બાળક માટે ઈન્જેક્શન તૈયાર કર્યું, પછી જે થયુ…
સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?






