
Delhi: દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાંથી કરોડો રૂપિયાની કિંમતનનો કળશ ચોરાઈ ગયો. જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, કળશ માં 760 ગ્રામ સોનું અને 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા હતા.
સમારોહમાંથી કરોડો રૂપિયાનો કળશ ચોરાઈ ગયો
દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં યોજાયેલા જૈન ધાર્મિક સમારોહમાંથી કરોડો રૂપિયાનો કળશ ચોરાઈ ગયો છે. ઉદ્યોગપતિ સુધીર જૈન દૈનિક પૂજા માટે કળશ લાવતા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્વાગતના હોબાળા વચ્ચે કળશ સ્ટેજ પરથી અચાનક ગાયબ થઈ ગયો. ચોર ધોળાદિવસે ખૂલ્લેઆમ લૂંટ કરીને ગાયબ થઈ ગયો, લાલ કિલ્લામાં સુરક્ષાની કોઈ કમી ન હોવા છતાં આવી ચોરી વિચારવા મજબૂર કરે છે કે ચોરોને હવે ડર રહ્યો નથી.
શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓ CCTV ફૂટેજમાં કેદ
760 ગ્રામ સોનાથી બનેલા આ કળશમાં 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા હતા. આ ચોરીની ઘટના 2 સપ્ટેમ્બરના રોજ જૈન ધાર્મિક સમારોહ દરમિયાન બની હતી. દિલ્હી પોલીસે આ ઘટના અંગે 6 સપ્ટેમ્બર સુધી માહિતી આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓ CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
સુરક્ષા વ્યવસ્થાની ચોકસાઈ પર ચર્ચા
આ ઘટનાએ સિસ્ટમ પર સવાલો ઉભા કર્યા છે, કારણ કે આ એક ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર છે અને ત્યાં CCTV કેમેરા પણ લગાવેલા છે. આમ છતાં ચોરીની ઘટના બની, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાની ચોકસાઈ પર ચર્ચા શરૂ થઈ છે. અગાઉ પણ લાલ કિલ્લા પર સુરક્ષા ભંગની ઘટનાઓ બની છે, જેમ કે 2 ઓગસ્ટના રોજ એક મોક ડ્રિલ દરમિયાન પોલીસ નકલી બોમ્બ શોધી શકી ન હતી, અને 4 ઓગસ્ટે એક મહિલા સાંસદની સોનાની ચેનની ચોરી થઈ હતી. આ ઘટના અંગે પોલીસે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે, અને તપાસ ચાલી રહી છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ








