Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનો ધમકીભર્યો અંદાજ ‘મત આપો’ નહીતો પછી…

  • India
  • November 23, 2025
  • 0 Comments

Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે માલેગાંવની સ્થાનિક ચૂંટણીને લઇને મતદારોને જાહેરમાં કહ્યુ કે”માલેગાંવ નગર પંચાયતમાં મારા મહાયુતિના 18-18 ઉમેદવારોને તમારે મત આપવાનો છે અને તમે મત આપશે તો હું મારા બધાજ વચનો અને માંગણીઓ પૂર્ણ કરીશ,પરંતુ જો તમે મને કાપી નાખો છો, તો પછી હું પણ તમને કાપી નાખીશ.”પવારે એમ પણ કહ્યું,”તમારી પાસે મત છે,મારી પાસે ભંડોળ છે, હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શુ કરવું છે.

વિપક્ષ માને છે કે આ નિવેદન સ્પષ્ટપણે સત્તાના બળ પર વિકાસનો લોલીપોપ આપી મતદારોને ડરાવવાનો પ્રયાસ કરાયો છે,આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.અજિત પવારના આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન સામે શિવસેના (UBT) અને કોંગ્રેસે સખત વાંધો ઉઠાવી જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી પદ પર બેઠેલા જવાબદાર નેતા જનતાને આવી ધમકીઓ આપી શકે નહિ. આ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.વિપક્ષે અજિત પવારના આ નિવેદનની તાત્કાલિક ચૂંટણી પંચને નોંધ લેવા અને કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે તેઓએ કહ્યું કે સત્તામાં રહેલા લોકો વિકાસના નામે દબાણ ઊભું કરી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે.

જોકે, વિરોધ પક્ષોના હોબળા બાદ પણ અજિત પવારને કોઈ ફર્ક પડ્યો નથી અને તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે કોઈને ધમકી આપી નથી.અજિત પવારે ઉમેર્યુ કે, “ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માંગતી વખતે લોકોને વચનો આપતા હોય છે અને મેં તેજ કર્યું છે.અમે બિહારમાં પણ આવું જોયું છે,જ્યાં નેતાઓ જનતાને વચનો આપતા હોય છે.
મેં કોઈને ધમકી આપી નથી,મે ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને ચૂંટશે, તો હું ભંડોળ પૂરું પાડીશ અને વિકાસને પ્રોત્સાહન આપીશ.”

આ વિવાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે ત્યારે આગામી દિવસોમાં વિપક્ષની રજૂઆત બાદ ચૂંટણી પંચ હવે શુ પગલાં ભરે છે તેતો સમયજ કહેશે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!