Smriti Mandhana wedding postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત લથડતા લગ્ન મુલતવી રહ્યા!

  • India
  • November 23, 2025
  • 0 Comments

Smriti Mandhana wedding postponed: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર અને તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન સ્મૃતિ મંધાનાના લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.

આજે સ્મૃતિ મંધાનાના લગ્ન સંગીતકાર પલાશ મુચ્છલ સાથે થવાના હતા,પરંતુ તેના પિતાની અચાનક તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરીણામે લગ્ન સમારોહ મુલતવી રાખવામાં આવ્યો હતો.

છેલ્લા બે દિવસથી લગ્નની તૈયારીઓ સહિતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,શનિવારે દંપતીની મહેંદી અને હળદરની વિધિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.દરમિયાન આજે રવિવારે બપોરે લગ્ન સમારોહ શરૂ થવાનો હતો ત્યારે જ અચાનક સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત લથડી હતી.

વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને હાર્ટઍટેક આવ્યો હોવાની શક્યતા છે.મંધાનાના પિતાની સાંગલીમાં જ સર્વહિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ જણાવ્યું છે કે પિતાની તબિયત ખરાબ થઈ હોવાના કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

સ્મૃતિ મંધાના પોતાના પરિવાર સાથે, ખાસ કરીને પોતાના પિતા સાથે ખૂબજ લગાવ ધરાવે છે. લગ્ન જેવા મહત્વપૂર્ણ દિવસે પિતાની બગડતી તબિયતને કારણે તેનું મનોબળ નબળું પડી ગયું.ટીમ ઈન્ડિયાની ઓપનર સ્મૃતિ મંધાના હંમેશા કહેતી આવી છે કે તેના ક્રિકેટ કેરીયરમાં તેના પિતાનો સૌથી મોટો ફાળો રહ્યો છે,તેઓ દરરોજ સવારે પ્રેક્ટિસ માટે તૈયાર કરતા હતા, મેચ દરમિયાન તેની હંમેશાં પડખે રહેતા અને દરેક નિર્ણયમાં તેનું માર્ગદર્શન કરતા રહયા છે.

દરમિયાન,ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ આજે ( 23 નવેમ્બરે ) લગ્ન બંધનમાં બંધવવાના હતા તેજ દિવસે પરિવારમાં આ ઈમજરન્સી આવતા સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ
  • September 22, 2026

SC Vande Mataram Case: 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાલત સમક્ષ મુખ્ય પ્રશ્ન એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 8 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 7 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 7 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’