
Devayat Khavad case: ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના 6 સાગરિતોએ મધરાતે 2 વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. જો કે ખરેખરમાં દેવાયત ખવડે સરેન્ડર કરયું ત્યારનો વીડિયો સામે આવ્યો છે જેમાં ખવડ પોલીસ અધિકારી સાથે હેન્ડશેક કરી ગળે મળવા જાય છે પંરતુ આ પોલીસ અધિકારી કેમેરાને જોઈ જાય છે જેથી તેઓ દેવાયતને ધક્કો મારીને વીડિયો બનાવનાર બાજુ જતા જોવા મળે છે.
દેવાયત ખવડનું પોલીસ સાથે ‘સ્નેહમિલન’
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા અને લૂંટના ગંભીર કેસમાં જામીન ન મળતા આખરે દેવાયત ખવડ મોડી રાત્રે 2 વાગે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યારે તલાલા પોલીસ સ્ટેશન જાણે દેવાયત ખવડના સ્વાગત માટે હાજર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
ખવડે પોલીસને હેન્ડશેક કરી ગળે લગાવ્યા
દેવાયત ખવડ સિંઘમ સ્ટાઈલમાં રોફ જમાવી હાજર થયા હતા તેમના ચહેરા પણ એક એડિડ્યુડ દેખાતો હતો અને દેવાયત ખવડ તાલાળા પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે તેઓએ ASI અને PIના રાઇટર હેમંત સોલંકીએ ગળે લગાવ્યાં હતા જો કે કેમેરાને જોતા જ પોલીસ અધિકારીએ દેવાયતને ધક્કો માર્યો અને વીડિયો બનાવનાર સામે જવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં દેવાયત ખવડ પોલીસને હેન્ડશેક કરી ગળે લગાવતા જોવા મળે છે. આમ સરેન્ડર સમયે આરોપી અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોય તેવું જોવા મળ્યું હતું.
આરોપી દેવાયત ખવડના સરેન્ડરમાં પણ સ્વાગત
સિંઘમ સ્ટાઈલમાં રોફ જમાવી હાજર થયેલા દેવાયત ખવડ તાલાળા પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ASI અને PIના રાઇટર હેમંત સોલંકીએ ગળે લગાવ્યાં….#Gujarat #DevayatKhavad #GirSomnathPolice @SP_GirSomnath pic.twitter.com/imEV5kZ0d1
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) September 12, 2025
પોલીસ આવા આરોપીઓ પર કેમ ઓળગોળ ?
આ વીડિયો વાયરલ થત અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ કેમ આવા આરોપીઓ પર ઓળગોળ થઈ જાય છે? તાજેતરમાં આંકલાવમાં પણ આ પ્રકારના જ દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં બાળકી પર દુષ્કર્મના આરોપીને પોલીસ જેલમાંથી બહાર લાવે છે ત્યારે તે સાજો હોય છે અને પીએસઆઈ કાનમાં કંઈ કીધું જે બાદ આરોપી લંગડાવવાનું નાટક કર્યું હતું આ વીડિયોએ ગુજરાત પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા ત્યારે આજે દેવાયત અને પોલીસના સ્નેહમિલના વીડિયો સામે આવતા ફરી એક વાર પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી








