
Dhirendra Shastri Advice Rajnath Singh on Terror Attacks: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દેશના નાગરિકો ઇચ્છે છે કે સરકાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરે. આ દિશામાં સરકારે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. સામે પાકિસ્તાને પણ પગલા લીધા છે. તેણે શીમલા કરાર રદ કરી નાખ્યો છે. તેણે ભારતને કહ્યું કે જો પાકિસ્તાની નાગરિકોના મોત થયા તો પગલાં લેવામાં આવશે. જો કે આ વચ્ચે મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પીડિત પરિવારોને ચોક્કસ ન્યાય મળશે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે. હવે બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંરક્ષણ મંત્રીને રાષ્ટ્રીય હિતમાં તેમની “શક્તિ”નો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
એક વાયરલ વીડિયોમાં કથા દરમિયાન આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે, “અમે ભારતના સંરક્ષણ પ્રધાનને પણ અમારી શક્તિનો સારો ઉપયોગ કરવા કહીશું. અમે સત્તાવાર રીતે કોઈ અધિકારી બની શકતા નથી, અમે ભણેલાગણેલા નથી, પરંતુ અમારી પાસે જે ચેતના છે, હનુમાનજીની કૃપા છે, તેનો ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં કરીએ.”
“…કોઈ આપણને ઉડાવી દેશે” – ધીરેન્દ્ર શાસ્ત્રી
भारत सरकार को बाबा बागेश्वर धाम की बात मान लेनी चाहिए
बाबा खुद कह रहे हैं कि देश की रक्षा के लिए वह पर्चियां निकालने के लिए तैयार हैं लेकिन गोपनीय रूप से. पर्चियां का गोपनीय होना जरूरी भी है
लेकिन अगर पहलगाम जैसे हमलों की भविष्यवाणी बाबा बागेश्वर धाम पहले ही कर दें तो हमारे… pic.twitter.com/ehyQKthjmy
— Narendra Pratap (@hindipatrakar) April 27, 2025
તેમણે વધુમાં કહ્યું “આપણી શક્તિનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાં, શું અને કઈ સંભવિત ઘટનાઓ બની શકે છે તે નક્કી કરવા માટે થવો જોઈએ, પરંતુ આ બધું ગુપ્ત રીતે થવું જોઈએ. જો આપણે ખુલ્લેઆમ કહીશું, તો કોઈ આપણને ઉડાવી દેશે. આપણે હવે ભારત માટે પણ, રાષ્ટ્રીય હિત માટે કામ શરૂ કરી રહ્યા છીએ, જેનો દેશને ફાયદો થશે. ફક્ત ‘મન કી બાત’ બોલીને દેશને ફાયદો થશે નહીં.”
જો કે રક્ષા મંત્રીને સલાહ આપવા જતાં ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફસાયા છે. તેઓ ટ્રોલ થઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા મહાન છે તો પહેલગામ હુમલાની ભવિષ્યવાણી કેમ ન કરી? તેમણે હુમલા અંગે પરછી કેમ ન કાઢી?
મોદીએ પોતાના મનની વાત શું કહી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને ખૂબ જ દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે. હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, અને તેમને ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે. જો કે ભારત સરકાર દ્વારા વ્યૂહાત્મક ભગલાં ભરવામાં આવી રહ્યા નથી. પાકિસ્તાન ભારત સામે ચટોર થઈને પગલાં લઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ
MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત
UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?
MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા