શું PM મોદીએ અદાણીને ફાયદો કરાવવા દેશને ખતરામાં નાંખ્યો? સરહદને લગતા નિયમો બદલી નાંખ્યા

  • India
  • February 12, 2025
  • 0 Comments
  • શું PM મોદીએ અદાણીને ફાયદો કરાવવા દેશને ખતરામાં નાંખ્યો? સરહદને લગતા નિયમો બદલી નાંખ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા  સુપ્રિયા શ્રીનાતેએ એક્સ પર પોતાનો એક વીડિયો શેર કરીને વર્તમાન સરકાર અને પીએમ મોદી સામે ગંભીર આરોપો મૂક્યા છે. સુપ્રીયા શ્રીનેતાએ મૂકેલા આરોપો ખરેખર ખુબ જ ગંભીર પણ છે. કેમ કે પાકિસ્તાન જેવા દુશ્મન દેશ સામેની સરહદ અંગેના નિયમોને હળવા કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે. આ નિયમો હળવા પાછળ કરવાનું એકમાત્ર કારણ તે છે કે, અદાણીને ફાયદો પહોંચાડવામાં આવી શકે. આમ કોંગ્રેસ તરફથી ખુબ જ ગંભીર આરોપો મુકવામાં આવી રહ્યાં છે. સુપ્રીયાએ પોતાના એક્સમાં શું માહિતી આપી છે, તે વિસ્તારપૂર્વક નીચે મુજબ જણાવવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોના રક્ષણને ધ્યાનમાં રાખીને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટરની અંદર હાલના ગામડાઓ અને રસ્તાઓ સિવાય, કોઈપણ મોટા બાંધકામની મંજૂરી નથી. પણ મોદીના મિત્ર અદાણી ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 1 કિલોમીટર દૂર કચ્છના રણમાં એક વિશાળ સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ બનાવી રહ્યા છે.

ખરેખર થયું એવું કે ગુજરાત સરકારે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં નવીનીકરણીય ઉર્જા પાર્ક માટે જાહેર ક્ષેત્રની કંપની SECI ને 23,000 હેક્ટર જમીન ફાળવી હતી.

પરંતુ એક અડચણ તે હતી કે, SECI ને ફાળવવામાં આવેલી જમીન ભારત-પાકિસ્તાન સરહદની ખૂબ નજીક હતી, અને સંરક્ષણ પ્રતિબંધોનો અર્થ એ હતો કે તે જમીન પર ફક્ત પવન ટર્બાઇન બનાવી શકે છે, સૌર પેનલ નહીં. SECI એ કહ્યું કે આ પ્રતિબંધોને કારણે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં સમસ્યા આવી રહી છે.

પછી બન્યું એમ કે એપ્રિલ 2023માં ગુજરાતના અધિકારીઓએ પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને આ મામલો સંરક્ષણ મંત્રાલય સમક્ષ ઉઠાવવાનું કહ્યું. ગુજરાત સરકારના સૌર અને પવન પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે 21 એપ્રિલ 2023 ના રોજ દિલ્હીમાં એક ગુપ્ત સરકારી બેઠક બોલાવવામાં આવી હતી.

આમાં ગુજરાતના લશ્કરી કામગીરીના મહાનિર્દેશક અને SECI ઉપરાંત નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ હાજરી આપી હતી. અહેવાલ મુજબ, વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ “ડર” વ્યક્ત કરી હતી કે સૌર પેનલ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પર ટાંકીની હિલચાલ અને સુરક્ષા દેખરેખમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે.

વિકાસકર્તાઓએ ખાતરી આપી કે “સૌર પેનલ દુશ્મન ટાંકીની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં અવરોધ નહીં લાવે” આ સાથે જ ડેવલપર્સે સૌર પેનલનું કદ બદલવાની લશ્કરી અધિકારીઓની વિનંતીને નકારી કાઢી. મીટિંગના અંતે સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનથી 2 કિમી સુધી સોલાર પેનલ અને 1 કિમી સુધી વિન્ડ ટર્બાઇન બનાવવાની મંજૂરી આપી દીધી. 8 મે 2023 સુધીમાં મોદી સરકારે આ નિર્ણયને ઔપચારિક પણ બનાવી દીધો હતો.

માત્ર આટલું જ નહીં નિયમોમાં ફેરફારની માહિતી આપવા માટે તમામ મંત્રાલયોને એક સૂચના જારી કરવામાં આવી હતી. અને પછી ખેલ શરૂ થયો, SECIની બધી ચિંતાઓ દૂર કરવામાં આવી હોવા છતાં 3 મહિના પછી કંપનીએ નવીનીકરણીય ઉર્જા મંત્રીના નિર્દેશ પર જમીન પરત કરી દીધી.

આ પછી ગુજરાત સરકારે તેને જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે અનામત રાખવાના તેના અગાઉના નિર્ણયને ઉલટાવી દીધો અને તે જમીનને અદાણીને ફાળવી દેવામાં આવી હતી.

તો આ રીતે કેન્દ્રમાં મોદી સરકારે અને ગુજરાતમાં ભાજપ સરકારે સંપૂર્ણ મિલીભગતથી કાવતરું ઘડ્યું, બધા નિયમો અને કાયદાઓ બદલી નાખ્યા અને આખરે જમીન અદાણીને સોંપી દેવામાં આવી. આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર ભારત-પાકિસ્તાન સરહદ પર જ નહીં, પરંતુ બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર અને નેપાળ સાથેની સરહદો પર પણ નિયમો હળવા કરવામાં આવ્યા છે.

આટલો મોટો વ્યૂહાત્મક નિર્ણય જે આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. ફક્ત અદાણીને સસ્તી જમીન આપવાના ઇરાદાથી લેવામાં આવ્યો હતો. સરહદ સુરક્ષાના ધોરણો અને નિયમો બદલીને નરેન્દ્ર મોદીએ આપણી પ્રાદેશિક અખંડિતતા સાથે ક્રૂર મજાક કરી છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ અને નકલી દેશભક્તિ છે.

Related Posts

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
  • August 5, 2025

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

Continue reading
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ