
G7 Summit: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ પહેલા જ G7 સમિટ છોડી જતા રહ્યા છે. વ્હાઇટ હાઉસે આ અંગે માહિતી આપી છે. 51મું G7 સમિટ 15 જૂનથી 17 જૂન, 2025 દરમિયાન કેનાડાના આલ્બર્ટા, કનાનાસ્કિસમાં યોજાઈ છે. આ સમિટમાં ટ્રમ્પે તેમાં ભાગ લીધો હતો. જોકે તેમણે સમિટના બીજા દિવસે 16 જૂન, 2025ના રોજ નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા સમિટ છોડી દીધું. કારણ કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને લીધે તેમણે વોશિંગ્ટન પાછા ફરવાનું હતું.
ટ્રમ્પ મોદીને મળવા પણ ન રહ્યા!
ઉલ્લેખનીય છે કે આ G7 સમિટમાં પોતાને PM નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે. જોકે મોદી ટ્રમ્પને નહીં મળી શકે. કારણ કે તે G7 સમિટ છોડી ચાલ્યા ગયા છે. જેથી મોદી માટે આ એક ઝટકા સમાન છે. આનાથી મોદી સાથેની તેમની નિર્ધારિત દ્વિપક્ષીય બેઠક રદ થઈ, જે ભારત-યુ.એસ. વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ હતી.
આ રદ થયેલી બેઠકને ભારત માટે રાજદ્વારી ઝટકા તરીકે જોઈ શકાય, કારણ કે મોદીની યુ.એસ. સાથેની વાટાઘાટો, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) અને ડ્રગ ફ્રેમવર્ક જેવા કરારો, અટકી ગયા.
કોંગ્રેસ નેતાએ શું લખ્યું?
President Trump has left the G7 Summit a day before the G7 outreach with eight other countries that includes India begins.
A setback for self-styled Vishwaguru’s Huglomacy.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2025
ટ્રમ્પનું ચાલ્યા જવું કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદીને ફટકા સમાન ગણાવ્યું છે. તેમણે X એકાઉન્ટ પર લખ્યું ભારત સહિત આઠ અન્ય દેશો સાથે G7 સમિટ શરૂ થાય, તેના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ G7 સમિટ છોડીને ચાલ્યા ગયા છે. સ્વ-ઘોષિત વિશ્વગુરુના ગૌરવ માટે આંચકો.
આ પણ વાંચો:
Donald Trump: હવે ટ્રમ્પને મોબાઈલ વેચવાના દિવસો આવી ગયા?
ભારતમાં નહીં, અમેરિકામાં જ iPhone બનાવો, એપલના CEO ને ટ્રમ્પની ધમકી
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ