
Donald Trump: ભારતના નિર્ણય ટ્રમ્પ લેતા હોવાનું વારંવાર સામે આવતા છેલ્લા ઘણાજ સમયથી ભારતની વિશ્વભરમાં ભારે ફજેતી થઈ રહી છે ત્યારે ફરી એકવાર અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકાએ મંજૂરી આપી એટલે જ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદી શકશે એટલુંજ નહિ પણ બેસેન્ટે ભારતને સારા કલાકાર ગણાવી નવો વિવાદ ઉભો કરી દીધો છે.
સ્કોટ બેસેન્ટે ભારતને સારા કલાકાર ગણાવી કહ્યું કે, ભારતે અગાઉ પણ અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોનું સારી રીતે પાલન કર્યું હતું અને ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે. અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનો ઈનકાર કરતા ભારતે આ વર્ષની શરૂઆતમાં રશિયન ક્રૂડની ખરીદી બંધ કરી દીધી હતી.
હવે,વર્તમાન પરિસ્થિતિ બદલાતા ભારતને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી કરવાની મંજૂરી અપાઈતો પાછા ખરીદશે. અમેરિકા હજુ રશિયન ક્રૂડ પરના વધુ પ્રતિબંધો હળવા કરી શકે છે,બીજી તરફ ભારત સરકારે શનિવારે દાવો કર્યો હતો કે તેને રશિયા જ નહીં અન્ય કોઈપણ દેશના ક્રૂડ ઓઈલની ખરીદી માટે અમેરિકા કે અન્ય કોઈ દેશની મંજૂરીની જરૂર નથી.
જોકે,ભારત ગમે તે કહે પણ નરેન્દ્ર મોદી કોઈ ફોડ પાડતા નથી એટલે તે અવાજ કદાચ અમેરિકા સુધી પહોંચતો નથી એટલે જ અમેરિકા વારંવાર ભારત માટે આવા દાવા કર્યા કરે છે,અગાઉ પણ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન સીઝ ફાયર તેમના કહેવાથી થયાનું અનેક વખત દુનિયાભરમાં કહી ચૂક્યા છે.
ત્યારબાદ રશિયા પાસેથી તેલ નહિ ખરીદવાનું દબાણ લાવતા ભારતે તે વાત માની હોવાનું કહી રહયા છે,ચાહબાર બંદર માટે પણ દબાણ આવતા ત્યાં કામ પડતું મુકાયાની વાતો વચ્ચે હવે ઈરાન ઉપર હુમલા ખામેનીનું મોત આ બધામાં પણ વડાપ્રધાન મોદીની ચૂપકીદી એટલું જ નહીં ભારતની મહેમાન ગતિ માણી પરત થઈ રહેલા ઈરાની જહાજને તોડી નાખી ટ્રમ્પે સાબિત કર્યું કે તેઓ પાસે ભારતની કોઈ ગણતરી નથી.
આમ,હવે ભારતને કહે ખરીદો એટલે ખરીદવાનું અને બંધ કરો એટલે રશિયાનું તેલ નહિ લેવાનું એમ વારંવાર ટ્રમ્પ દખલ કરી રહયા છે છતાં નરેન્દ્ર મોદી કઈ બોલી શકતા નથી આમ,આડકતરી રીતે ભારત ઉપર ટ્રમ્પ હાવી થઈ ગયાનું ચિત્ર દુનિયાભરમાં ઉપસી રહ્યું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







