ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

  • World
  • May 22, 2025
  • 3 Comments

Donald Trump White House: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વિવાદોામાં આવી રહ્યા છે. વિવેકબુધ્ધિ ગુમાવી વિશ્વના નેતાઓ સાથે બાખડી રહ્યા છે. ત્યારે હવે ટ્રમ્પ ફરી એકવાર વ્હાઇટ હાઉસમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ઝઘડતા જોવા મળ્યા. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પછી હવે તેમનો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ઝઘડો થયો છે. ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રામાફોસા 19 મેના રોજ વોશિંગ્ટન ગયા હતા ત્યારે આ બોલાચાચલી થઈ છે.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને રામાફોસા વચ્ચે એક મુલાકાત ચાલી રહી હતી. આ દરમિયાન વ્હાઇટ હાઉસના અન્ય અધિકારીઓ પણ હાજર હતા. ટ્રમ્પે અચાનક મીટિંગમાં ઉગ્રતાથી જાતિવાદનો મુદ્દો ઉઠાવ્યો અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પર શાબ્દિક હુમલો કરવાનું શરૂ કર્યું હતુ.  ટ્રમ્પે કહ્યું હતુ કે   તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના મોં પર જવાબ આપતાં રામાફોસાએ બધા આરોપોને ફગાવી દીધા હતા.

ટ્રમ્પે રામાફોસાને પુરાવા રજૂ કર્યા

આરોપો લગાવ્યા પછી પણ ટ્રમ્પ ચૂપ રહ્યા નહીં. તેમણે મોટા પડદા પર એક વિડિયો ચલાવ્યો. ટ્રમ્પે આ વીડિયોને પુરાવા તરીકે રજૂ કર્યો અને કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં હજારો ગોરા ખેડૂતોની હત્યા કરવામાં આવી છે. તેમણે મીડિયામાં પ્રકાશિત થયેલા કેટલાક લેખો પણ બતાવ્યા.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પના આરોપોને નકારી કાઢ્યા

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ ટ્રમ્પના તમામ આરોપોને ફગાવી દીધા. તેમણે કહ્યું, “દક્ષિણ આફ્રિકામાં હિંસા વધી છે, પરંતુ કાળા લોકો તેનો વધુ ભોગ બન્યા છે. ગોરા લોકોની હત્યા ઓછી થઈ છે.” વીડિયોનો ઉલ્લેખ કરતા રામાફોસાએ કહ્યું: “મેં આ વીડિયો પહેલાં ક્યારેય જોયો નથી. અમે તપાસ કરીશું કે આ સાચું છે કે નહીં. આપણા દેશમાં સમાજનો દરેક વર્ગ ગુનાથી પ્રભાવિત થયો છે. મારી અમેરિકા મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે.”

રામાફોસાએ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ કતાર દ્વારા આપવામાં આવેલી ભેટ અંગે ટ્રમ્પ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, “અમારી સરકાર દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે, જોકે મને દુઃખ છે કે મારી પાસે તમને ભેટ આપવા માટે કોઈ વિમાન નથી.” હકીકતમાં, કતાર સરકારે ટ્રમ્પને 3400 કરોડ રૂપિયાનું લક્ઝરી પ્લેન ભેટમાં આપ્યું હતું.

આ પણ વાંચો:

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

 

Related Posts

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી
  • December 13, 2025

Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે…

Continue reading
Australia: ઓસ્ટ્રેલિયામાં આજથી બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે! PM અલ્બેનીઝે કહ્યું – બાળકોને ‘બાળપણ’ મળશે
  • December 10, 2025

Australia: આખરે આજથી ઓસ્ટ્રેલિયામાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે અને 16 વર્ષથી ઓછી વયજૂથના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 17 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 6 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 15 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!