
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાનશાહ જેવું વર્તન કરી રહયા છે અને આખી દુનિયામાં પોતે કંઈપણ કરી શકે તેવો દમ મારી સત્તાનો દુરુપયોગ કરી રહયા છે તેઓએ વિશ્વના તમામ દેશો સાથે સંબંધો બગાડી નાખ્યા છે એટલુંજ નહિ જુના મિત્ર યુરોપિયન દેશો સાથે પણ કડવાશ ઉભી કરી છે સાથેજ દેશની સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો કરી ફરી જજોને દેશદ્રોહી ગણાવી દુનિયાના 100 દેશો ઉપર ટેરીફ ઝીંકી પોતાનો કક્કો ખરો કરનાર ટ્રમ્પને હવે તેમના નિર્ણયોને કારણે તેમના જ નાગરિકો તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અમેરિકનો ટ્રમ્પના નિર્ણયોથી નાખુશ છે. તેઓ તેમના નેતૃત્વ અને દેશ ચલાવવાની રીતથી અસંતુષ્ટ છે. મુખ્ય મુદ્દાઓમાં દેશમાં રોજગાર,વધતી જતી કિંમતો, નોકરીઓ અને અન્ય દેશો સાથેના બગડેલા સંબંધોનો સમાવેશ થાય છે.
અમેરિકામાં આ સર્વે એબીસી ન્યૂઝ, વોશિંગ્ટન પોસ્ટ અને ઇપ્સોસ પોલ્સ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, આ સર્વે સુપ્રીમ કોર્ટના ટેરિફ પરના નિર્ણય પહેલા હાથ ધરવામાં આવ્યો હતો.
તેમાં બહાર આવ્યું છે કે ત્રણમાંથી બે અમેરિકનો ટ્રમ્પ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવાના નિર્ણયથી નાખુશ છે. વધુમાં, દસમાંથી છ આયાતી માલ પર ટેરિફ લાદવાના નિર્ણયથી નાખુશ છે. વધુમાં, 58% લોકો ઇમિગ્રેશન મુદ્દાઓના સંચાલનથી નાખુશ છે. વધુમાં, 57% લોકો કહે છે કે આર્થિક મુદ્દાઓને બીજી રીતે પણ વધુ સારી રીતે હેન્ડલ કરી શકાય છે.
દેશમાં કોઈ પ્રભાવશાળી નેતા નહિ હોવાનો મત વ્યક્ત કરતા અમેરિકનો ટ્રમ્પ (33%) અને ડેમોક્રેટ્સ (31%) વચ્ચે વહેંચાયેલા હતા,જેમાં 31% લોકોએ કોઈ પ્રતિભાવ ન આપ્યો ઘણા અમેરિકનો બંને પક્ષોથી નાખુશ જણાયા હતા.
ડેમોક્રેટ્સ અને સ્વતંત્ર ઉમેદવારો દ્વારા ટ્રમ્પને સૌથી ઓછું રેટિંગ આપવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગનાને આ મુદ્દા પર નાપસંદ કરવામાં આવ્યા છે. એકંદરે, ટ્રમ્પનું નાપસંદ રેટિંગ લગભગ 60% રહ્યું છે. આ તેમના બીજા કાર્યકાળમાં વધુ છે.
અમેરિકનો માને છે કે ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. 10 માંથી ફક્ત 3 લોકો તેમના સમર્થનમાં જોવા મળે છે.
તે જ સમયે, મોટાભાગના લોકો કહે છે કે પરિસ્થિતિ એવી જ છે, અથવા પહેલા કરતાં પણ ખરાબ છે. આ મતદાન અમેરિકામાં 2500 થી વધુ પુખ્ત વયના લોકો વચ્ચે કરવામાં આવ્યું હતું. આમાં, ટ્રમ્પના નિર્ણયો પર જનતા વિભાજિત જોવા મળી અને મોટાભાગના લોકો ટ્રમ્પના વર્તન અને દેશમાં બગડેલી સ્થિતિ માટે જવાબદાર માની રહયા છે.






