Shankaracharya: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અને તેમના શિષ્યએ બાળકો સાથે અકુદરતી સેક્સ માણ્યાનો ગંભીર આરોપ! ગમેત્યારે ધરપકડ થઈ શકે!

  • India
  • February 22, 2026
  • 0 Comments

Shankaracharya: પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શિબિરમાં બાળકોનું યૌન શોષણ કરાયું હોવાના ગંભીર આરોપ લાગ્યા બાદ હવે અકુદરતી સેક્સ માણવા મામલે પોલીસ કાર્યવાહી શરૂ થવાની ગતિવિધિ શરૂ થઈ છે, જાતીય શોષણનો આરોપ લગાવનારા બે બાળકોના નિવેદનો તા. 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં નોંધવામાં આવ્યા જેની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવી હતી.

દરમિયાન કોર્ટે તે દિવસે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો ત્યારબાદ ગત સાંજે કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો, પ્રયાગરાજની POCSO સ્પેશિયલ કોર્ટે FIR નોંધીને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી સામે જાતીય શોષણના આરોપમાં તપાસનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશ બાદ હવે ઝુંસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવશે. શકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે ભારતીય દંડ સંહિતાની કલમ 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં એફઆઇઆર નોંધવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ અને શાકુંભરી પીઠાધીશ્વરના પ્રમુખ આશુતોષ બ્રહ્મચારીએ આરોપ લગાવ્યો હતો કે માઘ મેળા દરમિયાન, એક સગીર અને એક પુખ્ત બાળકે તેમની પાસે આવીને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે તેઓ સાથે થયેલા જાતીય સબંધો અંગેના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિષ્યોએ તેમના ગુરુની સેવા કરવાના નામે આ બાળકો પર જાતીય સંબંધો બાંધવા દબાણ કર્યું હતું.

આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેઓએ પુરાવા સ્વરૂપે એક સીડી કોર્ટમાં સુપરત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને ન્યાય મળ્યો છે અને તેઓ સત્ય લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રયાગરાજથી વારાણસીના વિધા મઠ સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે.
આમ,અત્યાર સુધી યોગી સરકાર અને શંકરાચાર્ય વચ્ચેના વિવાદ બાદ હવે બાળકો ઉપર થયેલા જાતીય યૌન શોષણ સુધી મામલો પહોંચતા ભારે ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય