Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટેના કથિત નિર્ણય એક તરફી પોતેજ લઈ રહ્યા હોવાનું હવે ધીરે ધીરે સામે આવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી માટે આ બધા જવાબ આપવાનું મુશ્કેલ બન્યું છે જેનો વિપક્ષ જવાબ માંગી રહ્યું છે.

■ ક્યા ક્યા મુદ્દા નરેન્દ્ર મોદી માટે માથાના દુઃખાવા જેવા રહ્યા? જાણો

● ટ્રમ્પે દુનિયામાં વારંવાર કહ્યું કે, ‘ભારત-પાક વચ્ચે મારા કહેવાથીજ સીઝફાયર થયુ હતું કારણ કે મે ટેરીફનું શસ્ત્ર ઉગામ્યુ હતું આ મામલે નરેન્દ્ર મોદીએ હંમેશા સીધું નિવેદન આપવાનું ટાળ્યું છે.

●રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદવા ટ્રમ્પનું મોદી ઉપર દબાણ વઘ્યું અને તેઓ ગાઈ વગાડી દુનિયામાં ઢંઢેરો પીટતા રહયા કે મોદી મારા સારા મિત્ર છે અને હું કહું તેમ કરશે,પછી એમ પણ કહ્યું કે મારા મિત્રએ મને નિરાશ કર્યો તેથી એક્સ્ટ્રા 25 ટકા ટેરીફ નાખ્યો.
હવે પાછા ટેરીફ પાછો ખેંચવાની વાત ટ્રમ્પ જ દુનિયા સમક્ષ જણાવી અને કહ્યું મારા મિત્ર મોદી મારી વાત માન્યા અને હવે રશિયા પાસેથી નહિ પણ હું કહું ત્યાંથી જ તેલ ખરીદશે.

●ચાઇનની તોપો ભારતીય સરહદ સુધી પહોંચી તે વાતથી દેશને કેમ અજાણ રાખવામાં આવ્યો તે પૂર્વ સેના પ્રમુખના પુસ્તકનો હવાલો આપી જ્યારે વિપક્ષ દ્વારા સવાલ કરાયા ત્યારે પણ તે વાતનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

● ઇરાનના ચાહબાર બંદર ઉપર ભારતે કરોડો રૂપિયા અત્યાર સુધી ખર્ચ્યા અને હવે અમેરિકા એ ટાંગ અડાવતા ભારતે ટ્રમ્પના દબાણ હેઠળ પીછેહટ કરી છે.

ભારત માટે ચાબહાર પોર્ટ વ્યહાત્મક છે અને યુરોપ સુધી વેપાર કરી શકે તેમ છે. આ પોર્ટ દ્વારા પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત સીધા મધ્ય એશિયા અને અફગાનિસ્તાનના બજારો સુધી વેપાર કરી શકે તે હેતુથી ભારતે આ પોર્ટ પર અત્યાર સુધી અબજો રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે પણ અચાનક કામ અટકાવી દેવું પડ્યું છે,જેથી સવાલ ઉઠે છે કે શું ભારતે ટ્રમ્પના દબાણમાં આ પગલું ભર્યું છે? શું ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોને કારણે મોદી સરકાર પાછળ હટી ગઈ છે? જેમાં ભારતને મોટું આર્થિક નુકશાન થયું છે કેમકે ભારતે ઈરાન સરકાર સાથે આ પોર્ટ માટે કરાર કર્યા બાદ અત્યાર સુધી તેના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાનું આંધણ થઈ ચૂક્યું છે.

આ પહેલા પણ ચાબહાર પ્રોજેક્ટ અમેરિકાના પ્રતિબંધોની ઝપેટમાં આવી ચૂક્યો છે. વર્ષ 2018માં અમેરિકાએ આ પ્રોજેક્ટને લઈને કેટલીક છૂટછાટ આપી હતી, પરંતુ બાદમાં ટ્રમ્પ પ્રશાસને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. જોકે, સમયાંતરે ફરીથી મર્યાદિત છૂટ આપવામાં આવી. સપ્ટેમ્બર 2025માં અમેરિકાએ ચાબહાર પોર્ટના સંચાલન પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી દીધી ત્યારે તેઓએ ભારતનો વિચાર ન કર્યો.

હવે ટ્રમ્પની દાદાગીરીને લઈ પ્રધાનમંત્રી મોદીની ચાબહાર પોર્ટ માટે કરેલી મોટી મોટી વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે. વર્ષોથી પોર્ટના વ્યૂહાત્મક અને વ્યાપારિક મહત્વને લઈને PM દ્વારા અનેક જાહેર નિવેદનો, જાહેરાતો અને વિકાસના વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ બજેટ 2026-27માં પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવાયો નથી, અને કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યુ નથી ત્યારે સરકારના આ મોટા દાવાઓ પર સવાલ ઉઠ્યા છે અને દરેક વખતની જેમ આ વાતનો જવાબ પણ સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. લોકોમાં સવાલ થાય છે કે જે પ્રોજેક્ટ માટે PM દ્વારા કરોડો રૂપિયાનુ રોકાણ અને મહત્વ દર્શાવાયું હતું, તે હવે કેમ નિષ્ક્રિય બની ગયું છે અને આ અંગે પ્રધાનમંત્રી અને સરકાર કોઈ સ્પષ્ટ વાત કેમ નથી કરતા.

ઉલ્લેખનીય છે કે તા.1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નર્મલા સીતારમણ દ્વારા દેશનું નવમું કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, કુલ ₹ 53.47 લાખ કરોડના આ બજેટમાં ઈરાનના ચાબહાર પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. જ્યારે ગયા વર્ષે બજેટમાં સરકારે ચાહબાર પોર્ટ માટે 400 કરોડ રૂપિયા ફાળવ્યા હતા,આ પોર્ટ ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પણ અચાનક અમેરિકાના દબાણ હેઠળ ભારતે પીછેહટ કરવી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આમ,ચીન અને અમેરિકા જેવા દેશોના પ્રભાવ હેઠળ ભારત કામ કરી રહયાના આરોપ લાગ્યા છે અને દેશ એ જાણવા માંગે છે કે આખરે દેશમાં શું ચાલી રહ્યું છે? આ મામલે સિનિયર પત્રકારો મયુર જાની, અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે જોરદાર શાયરાના અંદાજમાં સચોટ વિશ્લેષણ કર્યું છે તે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!
  • March 26, 2026

BJP Learder: ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરતો BOBBY GATE કાંડ અચાનક કેમ પ્રકાશમાં આવ્યો છે? અને જેઓને ખબર નહોતી તેવા ન્યુ જનરેશનમાં આ વીડિયો ઉત્સુકતા જન્માવી રહ્યો છે. ભાજપ…

Continue reading
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!
  • March 26, 2026

Narendramodi: ભારતમાં ધીરેધીરે ગેસ કટોકટી બાદ હવે ડીઝલ-પેટ્રોલ શોર્ટજની અછત દેખાવા લાગી છે. દેશભરમાં ‘નયારા એનર્જી’દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે જેમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!