ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરીમાં ધરખમ વધારો; USમાં 41,330 ગુજરાતીઓ ગેરકાયદેસર ઘુસ્યા

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

ટ્રમ્પ સરકાર રચાવાની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા 41,330 ગુજરાતીમાંથી 5,340 નાગરીકોને અમેરિકન સરકારે ‘અસાઈલમ એક્ટ’ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે, અન્ય નાગરિકોને પાછા રવાના કરશે. 2024માં 67,391 ભારતીય નાગરિકોએ ગેરકાયદે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પેન્ડિંગ છે જે થોડા મહિના પછી જાહેર થશે.

હાલમાં અમેરિકન સરકારે જાહેર કરેલા 2023માં 41,330 ભારતીય નાગરિકોમાંથી 5340ને અસાઈલમ એટલે કે આશ્રય આપ્યો છે. જેમાંથી 35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં ઈમિગ્રેશન પોલીસીના કડક થવા સાથે ગેરકાયદે ઘૂસણખોરી માટે ત્યાંનો જનાક્રોશ વિશેષ હોવાથી સરકારે અમેરિકાનું સપનું જોતા ગેરકાયદે ઘૂસણખોરોને ટાર્ગેટ કર્યા છે.

વર્ષ 2021માં આ પ્રકારના ગેરકાયદે રીતે આવેલા 4330 ભારતીય નાગરિકોએ અમેરિકાના આશ્રય માટે અરજી કરી હતી. જેમાંથી 1330ની અરજીને માન્ય રાખીને અમેરિકામાં રહેવાની અનુમતી આપવામાં આવી હતી. વર્ષ 2022માં આ આંકડો ત્રણ ગણો થયો હતો. જેમાં 14,570 ગેરકાયદે રીતે ઘૂસેલા ભારતીય નાગરિકોએ અસાઈલમ માટે અરજી કરી હતી. જેમાંથી 4260ને માન્યતા મળી હતી. ત્રણ વર્ષ પહેલાં અરજી કરનારાઓની સંખ્યા માત્ર 4330 હતી.

જે ત્રણ જ વર્ષ બાદ આઠ ગણી વધી ગઈ છે. 4330માંથી આશ્રય સ્થાન માટે એપ્લાય કરનારા સીધા 41330 પહોંચી ગયા છે. અમેરિકન સરકારે ત્રણ વર્ષ પહેલા 25 ટકા નાગરિકોને માન્યતા આપી હતી. જેની સામે હાલમાં ફક્ત 13 ટકા નાગરીકોને માન્યતા આપી છે. આમ ધીમે ધીમે અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા નાગરિકોની આશ્રય સ્થાન માટેની સંખ્યા વધી રહી છે.

ત્રણ વર્ષ પહેલા જે સંખ્યા હતી તેના કરતાં 2022માં ત્રણ ગણી વધી હતી અને 2025માં તે દસ ગણી વધવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં છેલ્લી સુનાવણી સુધી અમેરિકન સરકારે કુલ 54350 ગેરકાયદે રીતે રહેતા નાગરિકોને અસાઈલમના કાયદા હેઠળ અમેરિકામાં રહેવાની માન્યતા આપી છે જેમાંથી ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ જવાની ઘેલછામાં અમેરિકાની કેનેડા અને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરે છે. ઘણાં પરિવારો સાથે ઘૂસણખોરી કરતાં પકડાઈ પણ જાય છે અને જીવ પણ ગુમાવે છે. ડિંગુચા ગામના જગદિશ પટેલનો પરિવારની ઘટના સર્વ વિદિત છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરકારોએ ભારતીયો દ્વારા થતી ક્રોસ બોર્ડર ઘૂસણખોરી સામે લાલ આંખ કરી છે.

આ પણ વાંચો- GONDAL: ઉતરાયણ પર 4 યુવાનો પર છરી વડે થયેલા હુમલામાં બે શખ્સોની ધરપકડ

Related Posts

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
  • August 8, 2025

Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.…

Continue reading
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 7 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 3 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 23 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 8 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 27 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 25 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું