
Gopal Italia: ગુજરાતના ખેડૂતોએ કમસોમી વરસાદથી ભારે નુકસાન થયું છે. ત્યારે સરકારે માત્ર 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જે સહાય વિઘે રુ. 3,500 ખેડૂતને મળવાનું તારણ છે. બીજી તરફ મહામહેનતે ખેડૂતોએ 14 હજારથી વધુનો ખર્ચ કરી વાવણી કરી હતી. ત્યારે AAP પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજનો વિરોધ કર્યો છે.
➡️ ભાજપ સરકારે જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં તો ખેડૂતોને થયેલા નુકસાનમાં કોઈ પ્રકારની રાહત મળે એમ નથી.
➡️ ગુજરાતની જનતા આસ લગાવીને બેઠી છે કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર તેમના માટે કંઈક કરશે.
➡️ ગાંધીનગરમાં બેઠેલા લોકો જનતા માટે કઈ કરી નહીં શકે કેમ કે “ગાંધીનગરમાં સરકાર… pic.twitter.com/HwQfaXz0a7
— AAP Gujarat (@AAPGujarat) November 9, 2025
દ્વારકા જિલ્લાના ભાવનવડમાં યોજાયેલી ખેડૂત મહાપંચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું આ 10 હજાર કરોડના પેકેજથી કંઈ થાય તેવું નથી. ખેડૂતના દિકરા-દિકરી અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ભણે છે તેમની ફી કોણ ભરશે?. ઘણા ખેડૂતોને ત્યા માંદગીના ખાટલા છે તેમનું પુરુ કોણ કરશે. કેટલાંક ખેડૂતો દિકરા-દિકરીઓના લગ્ન કરવાની રાહ જોઈને બેઠાં હતા.
તેમણે કહ્યું સરકારને એ ચિંતા નથી કે લગ્ન કેવી રીતે કરશે, ભણતર અને દવાખાનાની ફી કેવી રીતે ભરશે?. તેમણે વધુમાં કહ્યું ભાજપ નેતાઓ સંગીત ખૂરશી રમી રહ્યા છે. દિલ્હીથી ખંજરી વાગે અને નેતાઓ ગોળ ગોળ ફરે. અને કોઈના હાથમાંથી આવે અને જાય. તેમણે કહ્યું આ સરકાર નથી સર્કસ છે, તમારી વેદના કોણ સાંભળશે?. આ સર્કસને બંધ કરાવવા તમારા આશીર્વાદ AAP પાર્ટીને આપો. આ સર્કસ બંધ કરો. ચૂંટણી આવશે ત્યારે પૈસા આપશે. ચૂંટણી હતી ત્યારે પૈસા આપતાં હતા. ચૂંટણી હોય ત્યારે પૈસા હોય છે. ચૂંટણી ના હોય તો માત્ર ભાષણ હોય છે.
વધુમાં ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું ચૂંટણી હોય ત્યારે પૈસા હોય છે. ગોપાલને હરાવવાનો છે. ચૂંટણી ના હોય તો માત્ર ભાષણ જ હોય છે.
આ પણ વાંચો:
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?
Bhavnagar: હીરા ઉદ્યોગ ઈતિહાસની ભયંકર મંદીના ચપેટમાં!, માર્કેટ ખુલવાના એંધાણ નહીં
ઓડિશામાં માત્ર 4 મહિનામાં 36000થી વધુ મહિલા અને 8400 બાળકો ગુમ








