તિબેટમાં ધરતી ધ્રૂજીઃ 7.1ની તીવ્રતાનો ભૂકંપ, 32 લોકોના મોત

  • World
  • January 7, 2025
  • 0 Comments

તિબેટની ધરતી આજે ભયાનક ભૂકંપથી હચમચી ગઈ છે. આ ભૂકંપમાં તિબેટમાં ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સી એએફપીએ ચીની મીડિયા શિન્હુઆને ટાંકીને કહ્યું કે નેપાળની સરહદ નજીક તિબેટમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી તિબેટમાં ભારે  નુુકસાન થયું છે.

ભૂકંપની ભારતમાં અસર

માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ ભૂકંપ 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. નેપાળ એ વિસ્તારમાં આવેલું છે જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અથડાઈને હિમાલય બનાવે છે અને વારંવાર ભૂકંપ આવે છે. વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાંચ લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 6:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એનસીએસ ડેટા અનુસાર, ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં વધુ બે ભૂકંપ આવ્યા. બીજા ભૂકંપની તીવ્રતા 4.7 હતી, જે સવારે 7.02 વાગ્યે 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. ત્રીજો ભૂકંપ 4.9 ની તીવ્રતાનો હતો, જે સવારે 7:07 વાગ્યે 30 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ ચીનમાં ફેલાતા HMPV વાયરસથી ભારતમાં ગભરાટ, 6 કેસ નોંધાયા, જાણો ક્યા લોકોને વધુ જોખમ?

  • Related Posts

    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
    • September 17, 2026

    Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

    Continue reading
    NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
    • September 15, 2026

    NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 7 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી