
F-16 fighter jet crash:કેલિફોર્નિયા: અમેરિકાના ડેથ વેલીમાં આજે એક F-16 ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું હતુ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક યુએસ એરફોર્સનું F-16 ફાઇટર જેટ ક્રેશ થયું અને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું.જોકે,સદનસીબે પાઇલટનો બચાવ થયો હતો.આ ઘટના ડેથ વેલીના દક્ષિણમાં એક દૂરના રણ વિસ્તારમાં સવારે લગભગ 10:45 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી. ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફૂટેજમાં વિમાન જમીન તરફ ધસી આવ્યું અને વિસ્ફોટ થયો હતો
આ દરમિયાન પાઇલટ પેરાશૂટથી સુરક્ષિત રીતે નીચે ઉતરી જતા જીવ બચી ગયો છે.
પાઇલટને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે રિજક્રેસ્ટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સાન બર્નાર્ડિનો કાઉન્ટીના ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, વિમાનમાં એકમાત્ર પાયલોટ હતો,જેને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આપ્યા બાદ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.F-16 અમેરિકાનું શક્તિશાળી ફાઇટર જેટ મનાય છે, જેને 1970ના દાયકામાં જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે તેને અમેરિકી સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન બનાવે છે. પાકિસ્તાન સહિત 25થી વધુ દેશો F-16નો ઉપયોગ કરે છે.
■ક્રેશનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 6 થંડરબર્ડ્સ જેટે તાલીમ માટે ઉડાન ભરી હતી હતા, પરંતુ તેમાંથી પાંચ જ પાછા ફર્યા જ્યારે એક અકસ્માતનો ભોગ બન્યું છે.પ્રારંભિક માહિતી અનુસાર, વિમાન ચાઇના લેક નેવલ એર વેપન્સ સ્ટેશન નજીક ક્રેશ થયું હતું,આ વિસ્તારનો ઉપયોગ ઘણીવાર સૈન્ય તાલીમ માટે થાય છે.
થંડરબર્ડ્સના એર શો અને તાલીમ મિશનમાં F-16 ફાઇટિંગ ફાલ્કન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.એરફોર્સની 57મી વિંગ પબ્લિક અફેર્સ ઓફિસ અનુસાર, દુર્ઘટનાની તપાસ ચાલુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે F-16 ફાઇટર જેટે તા. 2 ફેબ્રુઆરી 1974ના રોજ પ્રથમ વખત ઉડાન ભરી હતી.તેને 21 જુલાઈ 1980ના રોજ “ફાઈટિંગ ફાલ્કન” નામ આપવામાં આવ્યું હતું.
વર્ષ 1976થી અત્યાર સુધીમાં 4,600થી વધુ F-16 જેટ વિવિધ દેશો માટે બનાવવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાન પણ સામેલ છે,1980થી પાકિસ્તાન આ ફાઇટર જેટનો ઉપયોગ કરે છે.અમેરિકા ભારતને આ ફાઇટર જેટ વેચવા માંગે છે પણ આ અમેરીકન ફાયટર જેટ પાકિસ્તાન પાસે હોવાથી ભારતે તે ખરીદવાનો ઇન્કાર કર્યોં છે.
આ ફાયટર જેટ F-16ની ઝડપ 2414 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની રેન્જ 4220 કિલોમીટર સુધીની છે. તેમાં એડવાન્સ રડાર સિસ્ટમ છે.સાથે જ તે એડવાન્સ હથિયારોથી સજ્જ હોય છે.આ ફાઈટર જેટ હવાથી હવામાં મારવામાં સક્ષમ છે.
તે એક મિનિટમાં લગભગ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે ગમેતેવા ખરાબ હવામાનમાં પણ ઉડાન ભરી શકતું આ F-16 ચોથી જનરેશનનું લડાકુ વિમાન છે.જે ટ્રેનિંગ માટે રવાના થયા બાદ અગનગોળો બની જતા દુર્ઘઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







