Fake milk: ગુજરાતના આ ગામમાં એક બકરી પણ નહીં ત્યાંથી રોજના 10,000 લીટર દૂધ બનતું હતું!!!

  • Gujarat
  • February 17, 2026
  • 0 Comments

■ગુજરાતમાં નકલી દુધના કાળા કારોબારનો પર્દાફાશ કરનાર યુવરાજ સિંહ જાડેજાની ટીમ ઉપર હુમલો,એક ગંભીર

Fake milk: ગુજરાતમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને હવેતો બધું નકલી વેચાઇ રહ્યું છે ત્યારે મોટાપાયે નકલી દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ખોરાક અને દૂધમાં ભેળસેળના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આવાજ એક દુધના કાળા કારોબારનો પર્દાફાશ કરવા એક ટેન્કરની રેકી કરી રહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર જેતપુર તાલુકાના અમનગર અને ખીરસરા ગામ વચ્ચે નકલી દૂધ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવરાજ સિંહની કારના કાચ પણ તોડી કાઢવામાં આવ્યા હતા, આ હુમલામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, યુવરાજસિંહને માહિતી મળી હતી કે વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લીના બાયડની કોઈ ડેરીમાં ઠાલવવા માટે જઈ રહ્યું છે. આ ટેન્કરમાં નકલી દૂધ હોવાની શંકા સાથે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરની રેકી (પીછો) કરી રહ્યા હતા તે દરમિયાન કથિત નકલી દૂધ લઈ જતા ટેન્કર માફિયાઓને ખ્યાલ આવી જતા તેઓએ યુવરાજ સિંહની કાર અને તેમની ટીમ ઉપર હુમલો કર્યો હતો.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામેથી કથિત નકલી દૂધ ભરેલું ટેન્કર પકડી પાડનાર યુવરાજસિંહ જાડેજા ઉપર હુમલો થયો હતો.

જાડેજાએ ટેન્કરને ઝડપી પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે કબ્જો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે,યુવરાજસિંહના જણાવ્યા મુજબ, તેઓ ઘણા સમયથી શંકાસ્પદ દૂધની રેકી કરી રહ્યા હતા. હનુમાન ખીજડીયા સ્થિત “દ્વારકેશ” નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની માહિતી મળતા ટેન્કરનો પીછો કર્યો હતો.

જાડેજાના જણાવ્યા મુજબ “જે ગામમાં એક બકરી પણ ન હોય ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે જતું હશે ? આ શંકાસ્પદ બાબત છે.” બીજું કે આ પ્રકારનું બનાવટી દૂધ સહકારી ડેરી સુધી કેમ પહોંચાડવામાં આવતું હતું? સમગ્ર નેટવર્ક મોટા કૌભાંડની આશંકા ઉભી કરે છે.

ઉલ્લેખનીય છે કે હવે તો ડેરીમાં જઈ રહેલા દૂધ ની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહયા છે અને લોકો પૂરતા પૈસા ખર્ચીને પણ આવું ભેળસેળ યુક્ત ખાઈને કેન્સર જેવી ભયાનક બીમારીઓનો ભોગ બની રહયા છે ત્યારે લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદો ક્યારે આવશે અને ક્યારે આવું બંધ થશે? તેવા સવાલ કરી રહયા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી
  • August 17, 2026

Gujarat Liquor Ban: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના સરકારના દાવાઓ વચ્ચે રાજ્યમાં દારૂ, ડ્રગ્સ અને બુટલેગિંગને લગતી ઘટનાઓને લઈને રાજકીય વિવાદ ફરી તેજ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ શહેરો અને…

Continue reading
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું
  • August 17, 2026

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા રાજકીય અને પોલીસ તંત્રમાં ચર્ચા તેજ બની છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝગડિયા ત્રણ રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

  • August 17, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

  • August 17, 2026
  • 5 views
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

  • August 17, 2026
  • 5 views
UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

  • August 17, 2026
  • 8 views

  • 9 views
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું