Fake Toll Collection: રાજ્યમાં નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકુ ઝડપાયું! લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યા!

Fake Toll Collection: રાજ્યમાં નકલી કોર્ટ,નકલી ઉચ્ચ અધિકારીઓ,નકલી સરકારી કચેરીઓ,વગરે અગાઉ ઘણુંબધું સામે આવી ચૂક્યું છે ત્યારે હવે જાગૃત નાગરિકોની મદદથી નકલી ટોલનાકુ પકડાયું છે કામરેજના ચોર્યાસી ગામ સીમ હદમાં નેશનલ હાઈવેને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા રસ્તા પર એક નકલી ટોલનાકું ઊભું કરી કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી ગેર કાયદે ઉઘરાણુ કરી રહયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાઈવે પરના મુખ્ય ટોલનાકા ઉપર ટેક્સથી બચવા અને તેને બાયપાસ કરવા માટે ઘણા વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ તકનો ફાયદો ઉઠાવી કેટલાક તત્વોએ અહીં ટોલનાકુ નાખી રોકડી કરવાનું શરૂ કર્યું હતું અને પસાર થતા નાના-મોટા વાહનો પાસેથી રસીદ આપી ગેર કાયદે ટોલ વસુલવાનું શરૂ કર્યું હતુ આ નકલી ટોલનાકા ઉપરથી પસાર થનારા કાર સહિતના નાના વાહન પાસેથી ₹50 અને મોટા વાહનો પાસેથી ₹100 ની વસૂલાત કરવામાં આવતી હતી.

જોકે,આજના ઝડપી અને મોબાઈલ યુગમાં જાગૃત નાગરિકોને શંકા જતા તેઓએ ટોલનાકુ ચલાવનારાઓ પાસે ટોલનાકાની ડિટેઇલ અને મંજૂરી માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આ સમગ્ર ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ કામરેજ પોલીસે તપાસ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ જનતામાં હોબાળો થતા પોલીસે આ ગેરકાયદે ટોલનાકું ત્યાંથી હટાવી દીધું હતું.પોલીસે ટોલ ઉઘરાવવામાં આવતી રસીદો પણ કબજે લીધી હતી.

ગેરકાયદે ટોલ વસૂલી કરવાના પ્રકરણમાં સંચાલકોએ ગ્રામ પંચાયતનો ઠરાવ હોવાનો દાવો કર્યો છે. જોકે, પંચાયત આ રીતે રસ્તા પર ટોલ નાખીને નાણાં ઉઘરાવી શકે કે કેમ? તે અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને જાણ કરવામાં આવી છે.
જોકે, આ રીતે જાહેરમાં ટોલનાકુ ઉભું કરી જાહેરમાં ગેરકાયદે ટોલ વસૂલ કરવામાં આવતો હોવાછતાં પોલીસ કે વહીવટી તંત્રને આ બાબતની જાણ કેમ ન થઈ? તે એક મોટો સવાલ છે. હાલમાં ટોલનાકું હટાવી દેવાયું છે, પરંતુ સંચાલકો સામે હજુ સુધી કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કે ગુનો નોંધવામાં આવ્યો નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે આ પહેલા પણ મોરબીના વઘાસીયા પાસે નકલી ટોલનાકુ ઝડપાયું હતું ત્યાં પણ ફોર વ્હીલર – 50 રૂપિયા,મેટાડોર અને આઇસરના – 100 રૂપિયા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા.

અગાઉ નકલી કોર્ટ અને નકલી સરકારી કચેરીનો પણ ભાંડાફોડ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ નકલી કોર્ટ બનાવી ‘જજ’ તરીકે ચુકાદા આપતા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ કરવામાં આવી હતી તે સમયે ભારે હોબાળો થયો હતો.

નકલી સરકારી કચેરી

છોટાઉદેપુરમાં પણ આખેઆખી નકલી સરકારી કચેરી બની ગઈ હતી,આ નકલી કચેરી “કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પ્રોજેક્ટ વિભાગ, બોડેલી” ના નામે ચાલતી હતી.આ કચેરી માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં હતી. આરોપીઓએ નકલી લેટરપેડ અને સિક્કા બનાવીને સિંચાઈના વિવિધ કામો મંજૂર કરાવ્યા હતા.

નવાઈની વાત તો એ છે કે આ નકલી કચેરીના નામે સરકારના આદિજાતિ પ્રાયોજના વિભાગમાંથી અંદાજે ₹4.15 કરોડ જેટલી ગ્રાન્ટ મેળવી લીધી હતી આ નકલી સરકારી કચેરીનું કૌભાંડ પણ અગાઉ ખૂબ ગાજ્યું હતું.આમ,નકલી કોર્ટ,નકલી કચેરી,નકલી ટોલ નાકા વગરે સરકારી નકલી વિભાગો ઉભા થઇ જતા હોવાછતાં આપણા દેશી તંત્રને ખબર પડતી નથી અને જાગૃત નાગરિકોની દરમિયાનગિરી બાદ મોડે મોડે ખબર પડે છે ત્યાં સુધીમાં અનેક નાગરિકો લૂંટાઈ ચુક્યા હોય છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય