Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!

Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક મંત્રીઓ, ભાજપના પ્રદેશ નેતા અને કાર્યકરોને ગુજરાતમાં જ રહેવા સૂચના આપી ગુજરાતનો ગઢ સાચવી લેવાની તાકીદ કરી છે દેશના પાંચેય રાજ્યમાં પ્રચાર માટે ગુજરાતી નેતાઓને એટલેજ બોલાવ્યા નથી આ પાંચ રાજ્યોમાં હાલ ગુજ્જુ કેન્દ્રીય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમીત શાહ બાજી સંભાળી રહયા છે.

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીના આડે હવે માત્ર છ દિવસ બાકી રહ્યાં છે ત્યારે
ધારાસભ્યો, સાંસદોથી માંડીને પ્રદેશ નેતાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહયા છે જોકે,એક એવી પણ વાત ચર્ચામાં આવી છે કે આ વખતે કસોટીમાં પાર ઉતરવા 700 બેઠકો ભાજપે ચૂંટણી પહેલા મેળવી લીધા બાદ હવે ગત ટર્મ કરતા પણ સારું પરિણામ આવે તેવા પ્રયાસો ચાલુ થયા છે જે કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં મોટી સરપ્રાઈઝ આપવાની અને જવાબદારીમાંથી પાર ઉતરવા આંટીઘૂંટી અને ચાણક્ય નીતિ શરૂ થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન માટે ગુજરાત આવવાની વાત વચ્ચે ભાજપના નેતાઓ કઈક કરી બતાવવા શામ-દામ-દંડ-ભેદની નીતિ યથાવત રાખી છે,જોકે,ચૂંટણીઓનો માહોલ જામતો નથી અને મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી ક્યાંક કામો થતા જ નહીં હોવાની ફરિયાદો છે અને ચૂંટણીમાં ચીટિંગ અને ડરાવવા માટે પોલીસનો ઉપયોગ જેવા આક્ષેપો અને વાયરલ વીડિયોને લઈ ભાજપની છબી ખરડાઈ રહી છે, જેથી લોકોમાં ચુંટણીઓ માટે કોઈ રસ નહિ હોવાનું જણાય રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ વિકાસના કામોને લઈને લોકો પાસે મત માંગવા માટે જઈ રહ્યા છે. પરંતુ પ્રજા ભાજપના ઉમેદવારોને પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના કામો નથી થયા કહીને જાહેરમાં તેમનો ઉધડો લઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સર્જાયા છે,પરિણામે,આ વખતે ગત વખતની જેમ ઓછુ મતદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલતો,જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જવાબદારી સંભાળી રહ્યા છે તેમની સાથે ભુપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી સહિત જુના જોગીઓ હાલતો પાર્ટીના સેવક બની જનતામાં વિશ્વાસ ઉભો કરવા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં મુલાકાતો કરી રહયા છે ત્યારે આખરી ચિત્ર ઉપર સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય