સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર

  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે એમ છે.

મળતી માહિતી મુજબ, ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ સ્થાનિક અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતાં. અકસ્માત વિશે તાત્કાલિક ધોરણે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણકારી આપવામાં આવી હતી.

અકસ્માતની જાણકારી મળતા જ 108 અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં છે. તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલું થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર હાઇવે પર ભારે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 2 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 15 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં