
Sanoj MishraRape case: ‘મહાકુંભ 2025’માં વાયરલ થયેલી મોનાલિસાને પોતાની ફિલ્મમાં ભૂમિકા ઓફર કરનારા દિગ્દર્શક સનોજ મિશ્રાની બળાત્કારના આરોપસર ધરપકડ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે સનોજ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. એક મહિલાએ ડિરેક્ટર પર 4 વર્ષોથી શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો છે.
ચાર વર્ષ સુધી બળાત્કારનો આરોપી
ગયા વર્ષે 30 માર્ચે 45 વર્ષીય સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી, ત્યારબાદ નબી કરીમ પોલીસે અટકાયત કરી હતી. 28 વર્ષીય એક મહિલાએ દિગ્દર્શક પર આરોપ લગાવ્યો હતો કે સનોજે 4 વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ફિલ્મ અભિનેત્રી બનવાની ઇચ્છા ધરાવતી મહિલાએ દાવો કર્યો હતો કે તે મુંબઈમાં મિશ્રા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. મહિલાના જણાવ્યા મુજબ, શોષણ દરમિયાન, ડિરેક્ટરે તેને ત્રણ વખત ગર્ભપાત કરાવવા માટે દબાણ પણ કર્યું હતુ.
લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા
પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે પહેલા સનોજ મિશ્રાએ લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી, તેણે તેણીને ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપી અને ચૂપ રહેવાની ધમકી આપી. બાદમાં તે લગ્નનું વચન આપી ફરી ગયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં, 6 માર્ચ, 2024 ના રોજ, ડિરેક્ટર વિરુદ્ધ બળાત્કાર, હુમલો, ગર્ભપાત માટે દબાણ અને ધમકી આપવા સહિત અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી.
આ કેસમાં સનોજની થઈ ધરપકડ
ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની 18 ફેબ્રુઆરી 2025 ના રોજ થયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે સનોજે કથિત રીતે પીડિતાને નબી કરીમ વિસ્તારની હોટલમાં લઈ ગયો હતો. ત્યારે તેણે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી મહિલાને તરછોડી દીધાના આરોપો લાગ્યા છે. ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ મહિલાને ધમકી પણ આપી હોવીના આક્ષેપ થયા છ. સનોજે ધમકી આપી હતી કે જો તુ મારા વિરુધ્ધ ફરિયાદ નોંધાવીશ તો અશ્લીલ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ. જો કે પિડિતાએ હિંમત રાખી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરિયાદ નોંધાતાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં સનોજે જામીન માગ્યા હતા. જો કે કોર્ટે તેના જામીન ફગાવી ધીધા છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
મોનાલિસાની સુરક્ષા સામે સવાલો
સનોજ મિશ્રાએ પોતાની ફિલ્મ મોનાલિસાને ઓફર કરી હતી. જે ‘મહાકુંભ 2025’ દરમિયાન વાયરલ થઈ હતી. આ ઓફર પછી તે ચર્ચામાં આવ્યો હતો. ડિરેક્ટર સામેના અગાઉના આરોપોને પણ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાયા હતા, અને તેની ટીકા કરવામાં આવી હતી. ત્યારે હવે મોનાલિસાની સુરક્ષા સામે પણ સવાલ છે. કારણ કે હમણા જ મિડિયા અહેવાલો પ્રકાશિત થયા હતા કે સનોજ મિશ્રા મોનાલિસા સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. ત્યારે આક્ષેપ થયા છે, માનાલિસા પાસે તો આવી ઘટના કોઈ બની નથી?. હાલ તો પોલીસે સનોજ મિશ્રાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?
આ પણ વાંચોઃ Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!
આ પણ વાંચોઃ Chhota Udaipur: ઈદના દિવસે મુસ્લીમો દ્વારા UCCનો વિરોધ, કાળી પટ્ટી બાંધી નમાજ પઢી
આ પણ વાંચોઃ હવે 3 મહિનાની અંદર ઈ-મેમો નહીં ભરો તો લાઇસન્સ રદ થઈ શકે! | E-MEMO