
Kabali Film Producer KP Choudhary Death: સાઉથ ફિલ્મ જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’ , જેણે 650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તેના નિર્માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત(death) થયું છે. તેલુગુ ફિલ્મ નિર્માતા કે.પી. ચૌધરી સોમવારે ઉત્તર ગોવાના એક ગામમાં તેમના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હાલ મોત મામલે તપાસ હાથ ધરી છે.
લટકતી લાશ મળી
પોલીસ અધિક્ષક અક્ષત કૌશલે જણાવ્યું હતું કે, પોલીસના જણાવ્યાનુસાર, ફિલ્મ પ્રોડ્યુસર ગોવા પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન તેમનો મૃતદેહ ઉત્તર ગોવાના સિઓલિમ ગામમાં એક ભાડાના ઘરમાંથી ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસ મુજબ આ ઘટનાને આપઘાત(sucide) તરીકે જોવામાં આવી રહી છે, જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ફિલ્મ નિર્માત ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા
વર્ષ 2023 માં, સાયબરાબાદ પોલીસે તેની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. જે પછી તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો મુજબ આ ઘટનાએ તેમને ખૂબ જ દુઃખી કર્યા હતા. જેના કારણે તેમના અંગત જીવન પર જ નહીં પરંતુ તેમના વ્યાવસાયિક જીવન પર પણ ખૂબ અસર પડી હતી. ઘણા અહેવાલો દાવો કરાયો છે કે નવી શરૂઆતની શોધમાં ગોવા ગયેલા નિર્માતાએ ત્યાં એક ક્લબ ખોલ્યો હતો. જો કે તેઓ આર્થિક તંગીમાં સતત ફસાયેલા રહેતાં હતા. જો કે તેમના મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચોઃ Kodinar Election: ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તું મેં મેં, જુઓ વિડિયો
આ પણ વાંચોઃ મલ્લિકાર્જુન ખડગેએ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો