
Fire in Vadodara: વડોદરામાં આજે બે સ્થળોએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. સયાજીપુરામાં તો એક ઘરમાં આગ લાગતાં 43 વર્ષિય વ્યક્તિનું ઊંઘમં મોત થઈ ગયું છે. જ્યારે મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. હાલ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સયાજીપુરામાં એકનું કરુણ મોત
વડોદરામાં સયાજીપુરા વિસ્તારના એક ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. વિનાયક સોસાયટી બી ટાવર-505માં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા બળી ગયા હતા. તે ઊંઘમાં જ સળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી તેઓનું મોત થયું છે. કિરણકુમારની પત્ની જોબ પર ગઈ ત્યારબાદ આ ઘટના ઘટી હતી. હાલ મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. પરિવારમાં હાલ રોકકળ થઈ રહ્યું છે.
મકરપુરમાં પણ લાગી આગ
મકરપુરામાં આવેલા SRP ગ્રુપ-9માં સ્ટોરરૂમમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ