
Firing at LOC: પાકિસ્તાની સૈનિકોએ(Pakistani army) ગુરુવારે સતત બીજા દિવસે જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા સૈનિક દિનેશ કુમાર શહીદ થયા હતા.
હજુ પણ પાકિસ્તાનની અકડ એવી ને એવી !
ભારત તરફથી વારંવાર જડબાતોડ જવાબ મળવા છતાં, પાકિસ્તાનમાં કોઈ સુધારો થયો નથી. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની સેના બોખલાયેલી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હવે ભારતમાં નાગરિકો અને ઘરો પર બંદૂકો અને તોપના ગોળાથી હુમલો કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનનના નો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની બાજુ ભારે વિનાશ વેર્યો છે.
આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર
પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના ફરી જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની તેની ચોકીઓ પરથી નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, આ સતત 13મો દિવસ છે જ્યારે પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વિના નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો છે.
એક સૈનિક શહીદ, કુલ 15 લોકોના મોત
પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામડાઓ અને નાગરિકોને નિશાન બનાવીને ભારે તોપમારો, તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓના હવાલાથી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના ગોળીબારમાં એક સૈનિક સહિત ઓછામાં ઓછા 15લોકો માર્યા ગયા અને 57 અન્ય ઘાયલ થયા છે.
ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ થયો
પાકિસ્તાનના ગોળીબારનું સૌથી મોટું લક્ષ્ય ઉત્તર કાશ્મીરના પૂંછ, રાજૌરી, બારામુલ્લા અને કુપવાડાના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો છે. પૂંછ શહેરમાં ગુરુદ્વારા અને આસપાસના ઘરો પર તોપમારો પડતાં ત્રણ શીખોના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહી છે, જેમાં દુશ્મન પક્ષના ઘણા લોકો માર્યા ગયા છે. ગોળીબારમાં સામેલ તેમની ઘણી પોસ્ટ્સનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ







