પશ્ચિમ બંગાળના માલદામાં ફાયરિંગ; TMC કાર્યકર્તાનું મોત

  • India
  • January 14, 2025
  • 0 Comments

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે મંગળવારે ધોળા દિવસે ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 2 જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર દુલાલ સરકારની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અગાઉની ઘટનાની જેમ પોલીસને શંકા છે કે આ ગોળીબાર પણ પાર્ટીની અંદરના આંતરિક સંઘર્ષનું પરિણામ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘મૃતકની ઓળખ અતાઉલ હક ઉર્ફે હસુ શેખ તરીકે થઈ છે. જ્યારે ટીએમસીના સ્થાનિક સમિતિના અધ્યક્ષ બકુલ શેખ અને ઈસરૂદ્દીન શેખ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરાય નથી.’

માલદા જિલ્લાના કાલિયાગંજ વિસ્તારમાં આજે મંગળવારે ટીએમસી સ્થાનિક સમિતિના અધ્યક્ષ પાર્ટી કાર્યકર્તાઓ સાથે રોડ ઉદ્ધાટનના સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક ગોળીબાર શરુ થયો અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી એકને માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત ઘોષિત કર્યો. જ્યારે અન્ય બેની સારવાર ચાલી રહી છે.

TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, ‘માલદામાં થયેલી ઘટના બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હું આ મામલે કોઈ રાજકિય ટિપ્પણી કરવા માંગતો નથી. થોડા દિવસ પહેલા અમારા એક નેતાની પણ હત્યા કરાય હતી. મુખ્યમંત્રીએ આવી ઘટનાને લઈને શખ્ત વલણ દાખવું જોઈએ અને પોલીસને કડક નિર્દેશ જાહેર કરવા જોઈએ.’

આ પણ વાંચો- યુક્રેનનો રશિયા ઉપર 200 ડ્રોન અને મિસાઇડ વડે પ્રચંડ હુમલો

Related Posts

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
  • August 8, 2025

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના ચુરાહમાં એક કાર ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સવાર છ લોકોના મોત થયા છે. મૃતકોમાં…

Continue reading
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 4 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 10 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 19 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 18 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?