Flags in temples : જાણો, મંદિરોમાં ધજા ફરકાવવાનું કારણ, સકારાત્મક તરંગોને આકર્ષવા ધજા રડારનું કરે છે કામ

Flags in temples : વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે, વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદાં-જુદાં મંદિરોમાં જુદાં-જુદાં રંગ ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટિંગ અથવા રેશમનું કાપડ વપરાય છે. જેને સજાવવા માટે તૂઈ કે જરીનો ઉપયોગ થાય છે.

મંદિર ઉપર ધજા શા માટે? 

મંદિર ઉપર ધજા શા માટે? એનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે, મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે, એના પાયા એ પગ છે, એના પિલર ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં બળતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજાએ રડાર જેવું કામ કરે છે.

દ્વારિકાધીશ મંદિરમાં ધજા અર્પણ કરનાર ભક્તોએ અગાઉથી નામ નોંધાવવા પડે છે, કારણ આ યાદી લાંબી હોય છે. દ્વારકાધીશ મંદિરમાં બાવન ગજની ધજા ચડાવાય છે. નવી ધજા ચડાવતા પહેલા તેને ટોપલીમાં વાજતે-ગાજતે લાવવામાં આવે છે, પછી તેનું સામૈયુ કરવામાં આવે છે. કોઈપણ ભક્ત બસમાં બેઠા-બેઠા દૂરથી પણ જો ધજાના દર્શન કરી લે તો તે ધન્ય થઈ જાય છે. ભક્તને ધજાના દર્શનમાત્ર આનંદ સાથે સંતોષ થાય છે.

દ્વારકાધીશના મંદિરમાં ચડતી બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજને મસ્તકે ચડાવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.

વૈષ્ણવ સંપ્રદાય તથા હવેલીઓમાં ધજાજીનો મહિમા અનોખો છે. વૈષ્ણવો જ્યારે એક ગામથી બીજે ગામ ધજાજીને લઈ જાય છે, ત્યારે ભક્તો ધજાજીનું સન્માન સાથે સ્વાગત કરે છે. ધજાજીની પધરામણી કોઈ એક ભક્તને ઘેર કરવામાં આવે છે, ત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. ધજાજી માટે બોલી કે ઉછામણી કરવાની પ્રથા પણ છે. હિન્દુ ઉપરાંત અન્ય ધર્મોમાં પણ ધજાનો મહિમા ગવાયો છે. આપણે ત્યાં ભગવાનના વસ્ત્રો તથા વાઘા વહેંચનારની દુકાનોમાં તૈયાર ધજા પણ વહેંચવામાં આવે છે.

ધજા ઉન્નતિ કે ઊંચાઈની નિશાની છે, ધજાના દંડ પાસેથી સ્થિર રહેવાની શીખ મળે છે. આ ધજા વારે તહેવારે બદલાવવામાં આવે છે. પદયાત્રા કરનાર સંઘો હાથમાં ધજા તથા પતાકા લઈને પગપાળા મંદિરે જતા હોય છે. મહાભારતના યુદ્ધ સમયે અર્જુનના રથની ધજામાં સ્વયંશ્રી હનુમાનજીના દર્શન થયા હતા તેવો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. ભારતમાં અનેક સંતોએ ધર્મની ધજા લહેરાવી છે. ધજા વીરતા તથા શૌર્યની નિશાની ગણાય છે. ધ્વજવંદનના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે. આમ, ધજાએ પવિત્રતા, પારદર્શિતા તથા પ્રેમનો પર્યાય છે.

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 
  • Related Posts

    Raksha bandhan 2025: રક્ષાબંધન પર રાખડીમાં ત્રણ ગાંઠો બાંધવાનું શું છે આધ્યાત્મિક મહત્વ?
    • August 9, 2025

    Raksha bandhan 2025:  રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. અને બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેની રક્ષા માટે ભગવાનને પ્રાથના કરે છે ત્યારે  રક્ષાબંધન પર રાખડીમાં ત્રણ ગાંઠો…

    Continue reading
    Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
    • July 24, 2025

    Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?

    • September 4, 2025
    • 4 views
    Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?

    Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

    • September 3, 2025
    • 9 views
    Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

    UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ

    • September 3, 2025
    • 6 views
    UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ

    AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

    • September 3, 2025
    • 6 views
    AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

    Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

    • September 3, 2025
    • 14 views
    Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

    Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

    • September 3, 2025
    • 10 views
    Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા