
Bihar : બિહારની રાજધાની પટનામાં લોકશાહીનો એક નવો ‘ફ્લાયઓવર ફિયાસ્કો’ સામે આવ્યો છે, જેમાં ગાંધી મેદાનથી કૃષ્ણા ઘાટ સુધીના ચકચારજનક ડબલ-ડેકર ફ્લાયઓવર પર હજારો મતદાર ચકાસણી ફોર્મ વેરવિખેર પડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
મતદાર ફોર્મ રસ્તા પર મળતા રાજકારણ ગરમાયું
આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિરોધ પક્ષોએ આને લોકશાહીની ‘કચરાપેટી’માં ફેંકાયેલી ઘટના ગણાવી, જ્યારે ચૂંટણી પંચ અને પટના જિલ્લા વહીવટીતંત્રે આને ‘જૂનો વીડિયો’ ગણાવી ડ્રામાને નકારી કાઢ્યો છે. આ ઘટનાએ બિહારના રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે, અને સોશિયલ મીડિયા પર મીમ્સનું રાફડું ફાટી નીકળ્યું છે.
તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહારો
વાયરલ વીડિયોમાં રસ્તા પર ફેંકાયેલા કાગળો જોવા મળ્યા હતા, જેને વિરોધ પક્ષોએ મતદાર ચકાસણી ફોર્મ ગણાવ્યા. આરજેડી નેતા તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સમાં આ વીડિયો બતાવીને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “લોકોએ લાઇનોમાં ઊભા રહી, દસ્તાવેજો આપ્યા, પોતાની ઓળખ સાબિત કરી, અને સિસ્ટમે તેમના ફોર્મ સીધા ફ્લાયઓવર પર ફેંકી દીધા. આ શું લોકશાહીનું નવું મોડેલ છે?” પરંતુ ચૂંટણી પંચે આ ઘટનાને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે.
बिहार में वोटर फॉर्म अब सड़कों पर मिल रहे हैं — लोकतंत्र अब कूड़े में है।
गांधी मैदान से कृष्णा घाट वाली फ्लाईओवर पर
हजारों वेरिफिकेशन फॉर्म फेंके हुए मिले हैं।लोगों ने दस्तावेज़ दिए, पहचान दी, लाइन में लगे…
और सिस्टम ने उन्हें सीधा सड़क पर फेंक दिया।अब भी अगर लगता है
आपका… pic.twitter.com/ZCqksqwj1r— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) July 12, 2025
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ આપી સ્પષ્ટતા
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દાવો કર્યો કે, “પટનાના નાયબ ચૂંટણી અધિકારીએ સ્થળની તપાસ કરી, પરંતુ કોઈ ફોર્મ મળ્યું નથી. સ્થાનિક લોકોએ પણ આવી કોઈ ઘટનાની પુષ્ટિ કરી નથી.” પટના જિલ્લા વહીવટીતંત્રે વધુ એક પગલું આગળ જઈને નવો વીડિયો બહાર પાડ્યો, જેમાં રસ્તો ‘સ્વચ્છ’ દેખાય છે, અને દાવો કર્યો કે આ વીડિયો 12 જુલાઈનો છે. વહીવટીતંત્રે કહ્યું, “આ જૂનો વીડિયો લાગે છે. અમારા ફોર્મ તો ઓફિસમાં વ્યવસ્થિત રાખવામાં આવ્યા છે!”
સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું લાવી દીધું છે. એક યૂઝરે લખ્યું, “બિહારમાં લોકશાહી હવે ફ્લાયઓવર પર ઉડે છે, પણ ફોર્મ રસ્તા પર ફેંકાય છે!” બીજાએ ટિપ્પણી કરી,”ચૂંટણી પંચે કહ્યું, ‘ફોર્મ નથી મળ્યા’, એટલે શું, ફોર્મ પોતે જ ઉડીને કચરાપેટીમાં ગયા?” વિપક્ષે આ મુદ્દાને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, “જો મતદાર ફોર્મ રસ્તા પર ફેંકાય, તો શું આગામી ચૂંટણીમાં મતદારોને પણ આવું જ કરવામાં આવશે?” જોકે, સત્તાધારી પક્ષે આને વિપક્ષનો ‘ચૂંટણી સ્ટંટ’ ગણાવ્યો છે.
બિહારની રાજનીતિમાં ડ્રામા
આ ઘટના ખરેખર થઈ હોય કે નહીં, તેની તપાસ ચાલુ છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે બિહારની રાજનીતિમાં ડ્રામાની કમી નથી. જ્યારે ફ્લાયઓવર ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે બન્યો છે, ત્યારે આ વિવાદે રાજકીય ભીડને ચોક્કસ વધારી દીધી છે. હવે જોવું રહ્યું કે આ ‘ફોર્મ વિવાદ’ ચૂંટણી પહેલાં કયો નવો મોડ લે છે.
