
દેશભરમાં અમિત શાહનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ પાછળનું કારણ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન છે. અમિત શાહ દ્વારા સંસદની અંદર બંધારણ ઉપરની ચર્ચા દરમિયાન જ બંધારણના રચેતા એવા બાબા સાહેબ આંબેડકર અંગે નિવેદન આપવામાં આવ્યું હતુ કે, આજકાલ આંબેડકર… આંબેડકર.. આંબેડકર… આંબેડકર કહેવાની ફેશન થઈ ગઈ છે.. જો આટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત વખત સ્વગ મળી જાય… હવે આ નિવેદન તેમને કેમ આપ્યું અને તેના પાછળ તેઓ શું કહેવા માંગે છે તેનો કોઈ ખુલાસો કર્યો નહતો.
હવે બન્યું એમ છે કે, અમિત શાહના બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા નિવેદન પછી દેશભરમાં તો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો હતો પરંતુ પ્રથમ વખત ગુજરાતમાં પણ અમિત શાહ વિરૂદ્ધ ઉગ્ર વિરોધ જોવા મળ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં એકપણ વખત અમિત શાહ વિરૂદ્ધ ક્યારેય વિરોધ પ્રદર્શન થયા નથી. ખાસ કરીને ગુજરાતમાં બીજેપીના નેતાઓ કે તેમની નીતિ વિરૂદ્ધ ક્યારેય વિરોધ પ્રદર્શન ક્યારેય કરવામાં આવતા નથી. માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નાનું એવું વિરોધ પ્રદર્શન કરીને ઘરે જતાં રહેતા હતા. પરંતુ આ વખતે ગુજરાતમાં પણ વિવિધ જગ્યાઓ ઉપર અમિત શાહ વિરૂદ્ધ આંદોલન જોવા મળી રહ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં સ્વયં સૈનિકો દ્વારા ભરૂચ ક્લેકટર કચેરીને અમિત શાહ વિરૂદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ અમિત શાહના મુર્દાબાદના નારાઓ લગાવવાની સાથે તેમના પોસ્ટરને ચપ્પલો દ્વારા માર મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
મહિલાઓ સહિત વિરોધ કરનારાઓએ અમિત શાહના પોસ્ટરોને ચપ્પલો મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તડીપાર માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથેના બેનરો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ક્યારેય પણ અમિત શાહ વિરૂદ્ધ આટલો ઉગ્ર વિરોધ ક્યારેય નોંધાવાવમાં આવ્યો નથી. જેમાં અમિત શાહ વિરૂદ્ધ તડીપાર અંગેના નારા લાગ્યા હોય પરંતુ પ્રથમ વખત અમિત શાહ વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.