ગુજરાતમાં સૌપ્રથમવારઃ બાળકો માટે સો.મિડિયા વાપરવા પર નિયમો બનશે

સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરાઈ છે.

શિક્ષકો, બાળકોના મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ

બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે. જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલા લેવામાં આવશે.

માતાપિતાને સલાહ

બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન, રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને સૂચન કરાયા છે. પાનશરિયાએ બાળકોના માતાપિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.

આ સમાચાર પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રહસ્યમય બીમારીનો કહેરઃ 3 ગામના 60 લોકો ટકલા, સૌથી વધુ મહિલાઓને અસર, જાણો સમગ્ર ઘટના!

Related Posts

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ