
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં ફરજ પર રહેલી એક મહિલા હોમગાર્ડ પર રિક્ષાચાલકે એસિડ હુમલો કર્યો. આ ઘટનામાં મહિલાને હાથ, ખભા અને ગળાના ભાગે ઈજાઓ થઈ, જેને લીધે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી લીધી છે.
શું બન્યો હતો બનાવ?
મળતી માહિતી મુજબ આજે સવારે છત્રાલ ઓવરબ્રિજ નજીક ટ્રાફિક નિયમનની ફરજ બજાવતી મહિલા હોમગાર્ડે એક રિક્ષાચાલકને આડી-અવળી રીતે ઉભેલી રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવા જણાવ્યું. આ વાતથી રિક્ષાચાલક ગુસ્સે થઈ ગયો અને તેની સાથે બોલાચાલી થઈ. આ ઘટનાની જાણ થતાં અન્ય હોમગાર્ડ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રિક્ષાચાલકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો, પરંતુ રિક્ષાચાલકના મનમાં આ બાબતનો ખાર રહી ગયો જેથી લગભગ અડધો કલાક પછી, રિક્ષાચાલક એસિડની બોટલ સાથે ફરીથી છત્રાલ ઓવરબ્રિજ પાસે પાછો ફર્યો અને તેણે ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ પર અચાનક એસિડ ફેંકી દીધું હતુ અને એસિડ હુમલાથી મહિલા ગભરાઈ ગઈ અને બચવા માટે ભાગવા લાગી. જ્યારે હુમલો કરીને રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો.
કલોલમાં રિક્ષાચાલકનો 5 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક
એસિડ એટેકમાં એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઘાયલ
તમામ મહિલા હોમગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. #Gujarat pic.twitter.com/h6b27NOfER
— Sagar Patoliya (@kathiyawadiii) July 18, 2025
પોલીસે આરોપીને ઝડપી લીધો
આ ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય હોમગાર્ડ કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આ એસિડ એટેકમાં એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઘાયલ થતા આ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અને પોલીસે આરોપી રિક્ષાચાલકને ઝડપી લઈ ગુનો નોંધ્યો અને આગળની તપાસ શરૂ કરી છે.
DySPનું નિવેદન
આ ઘટના મામલે કલોલ ડિવિઝનના DySP પી. ડી. મનવરે જણાવ્યું કે, “છત્રાલ ઓવરબ્રિજ નજીક ટ્રાફિક નિયમનની ફરજ બજાવતી મહિલા હોમગાર્ડે રિક્ષાચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવા કહ્યું, જેનાથી રિક્ષાચાલક ઉશ્કેરાયો. તેણે ઘરેથી એસિડ લાવીને મહિલા હોમગાર્ડ પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ગયા છે, અને આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”
આ પણ વાંચો:
