Gandhinagar: વ્યાયામ શિક્ષકોની સચિવાલયનો ઘેરાવ કરવા જતાં અટકાયત!, મહિલાઓના કપડાં ફાટ્યા, લોહી વહ્યું! (VIDEO)

Gandhinagar:  ગાંધીનગરમાં 10 દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી થવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે સરકાર તેમનો અવાજ સંભળાઈ રહ્યો નથી. વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માગણીઓને 17 માર્ચથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે સત્યાગ્રહ છાવણી છોડી તેઓ સચિવાલય તરફ પહોંચવાનો પ્રાયસ કર્યો છે. જો કે આંદોલનકારીઓ પહોંચે તે પહેલા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કેટકલાંક આંદોલનકારીઓને ઈજાઓ થઈ છે.

ગાંધીનગરમાં 10 દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી છોડી સચિવાલય તરફ કૂચ કરવા નક્કી કર્યું હતુ. જો કે  શિક્ષકોને ગેટ નંબર 1 તરફ જાય તે પહેલાં પોલીસે ઝડપી લીધા હતા. આ દરમિયાન આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો રોષ જોવા મળ્યો હતો. ઘર્ષણ દરમિયાન મહિલાઓના કપડાં ફાટી ગયા છે. તેમને વાગ્યું છે. ઘણા પુરુષ આંદોલનકારીઓ સાથે પોલીસે મારામારી કરી છે. જેમાં ઘણાને વાગ્યું છે. કેટલાંકને લોહી પણ નીકળું ગયું છે. મહિલાઓને પણ વાગ્યું છે. ત્રણ જેટલી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી રહી છે.

બીજી તરફ હવે વ્યાયામ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. તેઓ કહી રહ્યા છે કે અમે અમારો ન્યાય લીધા વિન ગાંધીનગર નહીં છોડીએ. ભલે સરકાર કે પોલીસ  જુલમ ગુજારે.

વ્યાયામ શિક્ષકોની શું માગણીઓ છે?

કાયમી ભરતી:
વ્યાયામ શિક્ષકોની સૌથી મોટી માગણી એ છે કે રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરી નથી. તેઓ ઇચ્છે છે કે સરકાર કાયમી નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરે, જેથી તેમને નોકરીની સુરક્ષા મળે.

નોકરીમાંથી છૂટા ન કરવા:
હાલમાં ઘણા વ્યાયામ શિક્ષકો કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ્ડ) નોકરીઓમાં છે. તેઓનો આરોપ છે કે 11 મહિના પૂરા થાય તે પહેલાં બિનજરૂરી રીતે અને કોઈ સત્તાવાર પરિપત્ર કે માહિતી વિના, મૌખિક રીતે તેમને છૂટા કરી દેવામાં આવે છે. તેઓ માગે છે કે આ પ્રથા બંધ થાય અને તેમની નોકરી સુરક્ષિત રહે.

નિયમિત પગાર અને લાભો:
કરાર આધારિત શિક્ષકોને ઘણીવાર નિયમિત પગાર, પેન્શન, અને અન્ય સરકારી લાભો મળતા નથી. તેઓ ઇચ્છે છે કે તેમને કાયમી શિક્ષકોની જેમ સમાન વેતન અને સુવિધાઓ આપવામાં આવે.

પારદર્શિતા અને સંવાદ:
વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે તેમની સાથે સરકાર દ્વારા પૂરતો સંવાદ થતો નથી. તેઓ માગે છે કે તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે અને નિર્ણયોમાં પારદર્શિતા રાખવામાં આવે.

આ પણ વાંચોઃ સિનિયર એડવોકેટ મહેમૂદ પ્રાચા દ્વારા મોટો ખુલાસો!, જસ્ટિસ વર્મા કેસ કૌભાંડમાં પડદા પાછળની રમતને સમજો | Justice Verma case

આ પણ વાંચોઃ સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists

આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

આ પણ વાંચોઃ Panchmahal: જંગલમાંથી 30 વર્ષિય મહિલાનો મૃતદેહ મળ્યો, લાશ પાસે ફુલ અને શ્રીફળ

Related Posts

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
  • March 19, 2026

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

Continue reading
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 5 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ