
Ganja seized from Surat airport: સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આજે ચેકીંગ દરમિયાન,બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી રૂ.1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુનો હાઇબ્રિડ ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો.
મુસાફર પાસેથી જપ્ત કરાયેલા આ હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન 4.055 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 1,41,92,500 રૂપિયા થાય છે
જપ્ત કરાયેલા ગાંજો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ, સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસાફરની વિધિવત ધરપકડ કરી કસ્ટડી મેળવી છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરાઈ રહી છે અને આ જથ્થો કોણે મોકલ્યો અને સુરતમાં કોને ડિલિવરી કરવાની હતી, તે દિશામાં તપાસ શરૂ થઈ છે.
વિગતો મુજબ ગતરોજ સોમવારે તા.17 નવેમ્બરના રોજ સાંજે 07:30 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર IX-263 બેંગકોકથી સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ફ્લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા CISF અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલ-સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરતા તેની બેગમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા આઠ પેકેટ મળી આવ્યા હતા જેની તપાસ દરમિયાન ઉચ્ચ ક્વોલિટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું ગણાતા હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજો મળી આવતા તે જપ્ત કરી મુસાફરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








