
Una Rape Case: ગીર સોમનાથના ઉના પાસે આવેલા કોસ્ટલ દરિયાકિનારે એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખ્સોએ દુષ્કર્મ ગુજરાત ખળભળાટ મચી ગયો છે. નરાધમઓએ પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે. જેથી ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
એકલતાનો લાભ ઉઠાવીને ત્રણ શખ્સો લઈ ગયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના ત્રણ દિવસ પહેલાં ઉના નજીકના એક દરિયાકાંઠાના ગામમાં બની હતી. પીડિત મહિલા એકલી રહેતી હતી, અને આ એકલતાનો લાભ ઉઠાવીને ત્રણથી વધુ શખ્સોએ તેમને ફોસલાવીને એકાંત સ્થળે લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર ઇજાઓ અને અસહ્ય પીડાને કારણે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહી હતી. તેમની તબિયત વધુ બગડતાં તેમણે દ્વારકામાં ફિશિંગનું કામ કરતા એક યુવકને આ ઘટના વિશે જાણ કરી, જેની સાથે તેમનો છેલ્લા સાત વર્ષથી સંબંધ હતો. આ યુવકે તાત્કાલિક દોડી જઈ મહિલાને ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
પોલીસની કાર્યવાહી
ઉના હોસ્પિટલના ફરજ પરના તબીબે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પીડિત મહિલાનું નિવેદન લેવા માટે ઉનાના નાયબ મામલતદારને બોલાવ્યા હતા, જેમણે મહિલાનું ડાઈંગ ડિક્લેરેશન લીધું હતું.
પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, “આ એક ગંભીર અને નિંદનીય ગુનો છે. અમે આ મામલે ઝડપથી તપાસ કરી રહ્યા છીએ અને આરોપીઓને ઝડપી લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. પીડિતાને ન્યાય અપાવવા માટે અમે કોઈ કસર બાકી નહીં રાખીએ.”
પીડિતાની હાલત ગંભીર
પીડિત મહિલાની હાલત હજુ પણ ગંભીર છે, અને તેમને જૂનાગઢની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે પોલીસે વિશેષ ટીમો રચી છે, અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે. ગામના લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે, અને તેઓએ પોલીસ પાસે આરોપીઓને જલદી પકડી કડક સજાની માંગ કરી છે.
આ પણ વાંચો:
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Defamation Case: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં ફિલ્મસ્ટાર શાહરૂખ અને ગૌરી ખાનને પાઠવ્યું સમન્સ
viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ








