
Goa Night Club Fire Case: ગોવામાં કુખ્યાત બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબ આગકાંડ કેસમાં પોલીસ કાર્યવાહી તીવ્ર બની રહી છે અને ભાગેડુ લૂથરા બ્રધર્સની પ્રત્યાર્પણની (Extradition) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિવતો મુજબ લૂથરા બ્રધર્સ – ગૌરવ અને સૌરભની થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કલબમાં આગ લાગતા તેમાં 25 લોકોના મોત થયા હતા ત્યારબાદ આ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા,હવે તેમને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની (Extradition) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ કેસમાં અત્યાર સુધી નાઇટ ક્લબના 5 મેમ્બર્સ અને સ્ટાફની ધરપકડ થઈ ચૂકી છે.
ગોવા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આગ લાગી ત્યારે લુથરા બંધુઓએ થાઇલેન્ડ માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગૌરવ અને સૌરભે 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગ્યે MakeMyTrip દ્વારા ટિકિટ બુક કરાવી હતી, જ્યારે ફાયર અને પોલીસ ટીમો આગ બુઝાવવામાં અને અંદર ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ગોવા પોલીસ અને ફાયર ટીમો આગને કાબુમાં લેવામાં અને અંદર ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત હોવાથી, લુથરા બંધુઓ દેશ છોડવાની તૈયારી કરી રહ્યા હતા.”
વકીલોએ દાવો કર્યો હતો કે લુથરા બંધુઓ દેશ છોડીને ગયા નથી પરંતુ બીઝનેસ ટૂર પર હતા અને તેઓ નાઇટક્લબના માલિકો નથી પરંતુ ક્લબ ચલાવવાનું લાઇસન્સ ધરાવે છે. તેમણે દલીલ કરી હતી કે ક્લબના રોજિંદા કામકાજ સ્ટાફ દ્વારા સંભાળવામાં આવે હતા,જેના કારણે લુથરા બંધુઓ પર અગ્નિકાંડની સીધી જવાબદારી બનતી નથી.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







