Rajasthan ethanol plant violence:ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વાહનોમાં આગચંપી,MLAનું માથું ફૂટ્યું,અનેક ઘાયલ

  • India
  • December 11, 2025
  • 0 Comments

રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટ વિરુદ્ધ હિંસા ફાટી નીકળતા ઈન્ટરનેટ સેવા બંધ,ફેક્ટરીનો ખેડૂતો કરી રહયા છે વિરોધ

Rajasthan ethanol plant violence: રાજસ્થાનના હનુમાનગઢના ટિબ્બી વિસ્તારમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે.ખેડૂતોએ જિલ્લાના રાઠીખેડા ગામમાં બનેલી ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની દીવાલ તોડી નાખતા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડતા તેનાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 વાહનોને આગ ચાંપી દીધી હતી.

દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પૂનિયાને પણ લાઠીચાર્જમાં માથામાં ઈજા થઈ છે,હિંસામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે.વિગતો મુજબ ફેક્ટરીની દીવાલ તોડતા પહેલા ખેડૂતોએ મહાપંચાયત પણ કરી હતી,નેતાઓનો આરોપ છે કે પ્રશાસને તેમને લેખિતમાં ફેક્ટરીનું કામ રોકવાની ખાતરી આપી ન હતી અને ઉપરથી ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવી અને ટીયર ગેસ છોડ્યો હતો,ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરિણામે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવા સાથે ઇન્ટરનેટ બંધ કરી દીધુ છે.

ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) સહિત અનેક પક્ષોના નેતાઓએ સમર્થન આપ્યું છે.ગઈકાલે બુધવારે યોજાયેલી મહાપંચાયતમાં હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. ખેડૂતોના આંદોલન બાદ ટિબ્બી અને રાઠીખેડામાં 1500થી વધુ પોલીસ કર્મચારીઓ, RAC કર્મચારીઓ અને હોમગાર્ડ્સનો મોટો કાફલો ખડકી દેવાયો છે.

ખેડૂતો જે કંપનીનો વિરોધ કરી રહયા છે તે કંપનીના ડિરેક્ટરો, જતિન્દર અરોરા અને રોબિન જિંદાલ દ્વારા હજુસુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી પરિણામે આ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની રાઠીખેડામાં 40 મેગાવોટનો અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીનો દાવો છે કે આ પ્લાન્ટ કેન્દ્રના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામને ટેકો આપશે.

જોકે, કંપનીના પ્લાન્ટને હજુ પર્યાવરણીય ક્લિયરન્સ મળ્યું નથી,કંપનીએ 2022થી કરેલી અરજી હજુપણ પેન્ડિંગ છે. પર્યાવરણીય મંજૂરી વિના બાંધકામ કાર્ય થવાથી વિસ્તારના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા
  • August 11, 2026

NCAP Air Pollution: દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો…

Continue reading
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
  • August 11, 2026

Sonia Gandhi: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ અને તેમની રાજકીય છબીને લઈને વિસ્તૃત લેખ લખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો પ્રહાર કર્યો છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 2 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 4 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 7 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 9 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 11 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા