
Goa club fire: ગોવાની ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં સર્જાયેલી ભયાનક આગ દુર્ઘટનામાં 25 લોકોના મોત થવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસનો રેલો આવતા કલબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા થાઈલેન્ડના ફૂકેટ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.ગોવા પોલીસે કરેલી તપાસમાં બન્ને આરોપીઓ ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ ભાગ્યા હોવાનું ખુલ્યું છે.ફરાર બન્ને સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દેવામાં આવ્યો છે.
આગ દુર્ઘટનામાં ગોવા પોલીસે હાથ ધરેલી તપાસમાં મુંબઈ ઇમિગ્રેશન વિભાગમાં કરેલી તપાસ દરમિયાન બંને આરોપીઓ 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ જવા નિકળી ગયાનું ખુલ્યું હતું.
નોંધનીય છે કે આગ દુર્ઘઘટના(7 ડિસેમ્બર) રાત્રે મધ્યરાત્રિએ બની હતી જે બાદ આરોપીઓ વિદેશ કરાર થઈ ગયાની વાત સામે આવી છે.મહત્વનું છે કે ક્લબ અગ્નિકાંડની ઘટનામાં પોલીસે અત્યારસુધીમાં કલબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગોવાના અરપોરા ખાતે આવેલ ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતા 25 લોકોના મોત થયા હતા,આ મૃતકોમાં ચાર પ્રવાસી અને કલબના 14 કર્મચારીનો સમાવેશ થાય છે.
છ લોકો દાઝી ગયા છે, જેઓ સારવાર હેઠળ છે.આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ડાન્સ ફ્લોર પર હોવાનું કહેવાય છે,સદનસીબે મોટાભાગના લોકો બહારની તરફ દોડી ગયા હતા.
બીજું કે આ નાઈટક્લબ અરપોરા નદીના બેકવોટરમાં આવેલું હોય કલબમાં જવા એન્ટ્રી અને એક્ઝીટ રસ્તો સાંકડો હોય સાંકડી ગલીઓમાં ફાયર બ્રિગેડના વાહનો ક્લબ સુધી જઈ શકે તેમ ન હોય ટેન્કરો સ્થળથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવા પડયા હતા પરિણામે આગ કાબુમાં કરવામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી.એક એવી પણ વાત સામે આવી છે કે કોઈએ ઉત્સાહમાં આવી જઈ કલબમાં ફટાકડા ફોડતા આગ લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી જોકે,હજુ ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે.
દરમિયાન,આગની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે,આ કમિટીમાં સાઉથ ગોવાના ક્લેક્ટર, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર અને ફોરેન્સિક ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!







