
4 killed in house fire in Godhra:માણસનું ધાર્યું ક્યારેય થતું નથી અને બીજી સેકન્ડે શુ બનવાનું છે તે કોઈ જાણી શક્યું નથી આવુજ કઈક ગોધરામાં બન્યું છે અહીં પુત્રની વાપી ખાતે સગાઈ પ્રસંગ હોય દોશી પરિવાર ખુશખુશાલ હતો અને બધા તૈયારી કરીને સુઈ ગયા પણ ફરી જગ્યા જ નહીં મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે જેની સગાઈ હતી તે યુવક સહિત પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થઈ જતા સર્વત્ર ગમગીની પ્રસરી ગઈ છે.
વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેના બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-2 વિસ્તારમાં આજે શુક્રવારે (21 નવેમ્બર) વહેલી સવારે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે.
મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે દોષી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા.
મૃતકોમાં 50 વર્ષીય કમલભાઈ દોશી, 45 વર્ષીય દેવલબેન દોશી, 24 વર્ષીય કમલ દોશી અને 22 વર્ષીય રાજ દોશીનો સમાવેશ થાય છે.
અત્યંત દુઃખદ વાતતો એ છે કે, આજે જ મૃતક પુત્ર દેવ કમલ દોશીની સગાઈ માટે આ પરિવારને વાપી જવાનું હતું. પરંતુ સગાઈના પ્રસંગ પહેલા જ બનેલી
આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ગોધરા શહેરમાં જાણીતા ‘વર્ધમાન જ્વેલર્સ’ના વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો કારણ કે આજે સવારે જ તેમના નાના પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો પણ વહેલી સવારે લાગેલી આગમાં પરિવારના સભ્યોના આ રીતે કરુણ મોત થઈ જતા સ્થાનિક લોકો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે.
જે રીતે વિગતો સામે આવી રહી છે તેમ આ ઘટનામાં મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી.
બીજું કે તેઓનું ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતુ પરિણામે આગનો ઝેરી ધુમાડો બહાર નીકળી નહિ શકતા સમગ્ર ઘરમાં એકત્ર થઈ જતા નિદ્રાધીન પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ કરુણ મોત થયાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
જયારે આસપાસના લોકોએ ખબર પડતાં ફાયર બ્રિગેડને જાણ કરી પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું અને ઘરમાંથી ચારેયના માત્ર મૃતદેહ મળ્યા હતા.આ ઘટનાને પગલે સર્વત્ર ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






