
આ સપ્તાહે સોના અને ચાંદના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેથી જેને સોનું ખરીદવું હોય તેના માટે આ ઉત્તમ સમય છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ગયા શનિવારે એટલે કે 14 ડિસેમ્બરે સોનું રૂ. 76,922 પર હતું, જે હવે 21 ડિસેમ્બર ઘટીને રૂ. 75,377 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જેથી આ અઠવાડિયે તેની કિંમત 1,545 રૂપિયા ઘટી ગઈ છે.
સોનાના હોલમાર્ક કેવી રીતે તપાસશો?
તમામ કેરેટ સોનાના હોલમાર્ક નંબર અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. આ તેની શુદ્ધતામાં કોઈ શંકા છોડતું નથી. કેરેટ સોનું એટલે 1/24 ટકા સોનું, જો તમારી જ્વેલરી 22 કેરેટની હોય તો 22 ને 24 વડે ભાગીને તેને 100 વડે ગુણાકાર કરો.
સોનું-ચાંદી લેતાં પહેલા કિંમત તપાસો
બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને તેની કિંમત ક્રોસ-ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે.









