
Gopal Italia : ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીમાં જીતેલા આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના રાજેન્દ્ર ચાવડાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તેઓએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં છે. આ દરિયાન રાજેન્દ્ર ચાવડા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ CM નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. જ્યારે ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ તેમની સાથે હાજર રહ્યાં હતાં.
ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા
શપથવિધિ બાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અલગ-અલગ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેઓએ ભારત માતાકી જય, જય જવાન જય કિસાન, સાથે સાથે કેશુભાઈ પટેલ જિંદાબાદ તથા જય જય ગરવી ગુજરાતના નારા લગાવ્યાં હતા.મહત્વનું છે કે, ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય બનતા આપ પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું ? #AAP #Gopalitaliya #MLA #Gujarat #KantiAmrutiya #Resign #BJP #Visavadar #VisavadarMLA #thegujaratreport pic.twitter.com/tVQ7jPWkHO
— The Gujarat Report (@TGujarat_Report) July 16, 2025
ધારાસભ્યપદના શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું ?
ધારાસભ્યપદના શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયાએ નિવેદન પણ આપ્યું હતુ તેમણે કહ્યું હતુ કે, એક તરફ વિશાળ સત્તા મને હરાવવા માટે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાતથી હું જીત્યો છે. આ શપથ માત્ર ધારાસભ્ય પદના શપથ નથી પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચારને હટાવવા માટેના છે. ક્યારેક પુલ તુટે , ક્યારેક પેપર ફૂટે આ તમામ પરિસ્થિતિમાંથી ગુજરાતને મુક્ત કરવવાના મે અને મારી ટીમે શપથ લીધા છે. ક્યાં સુધી અને શા માટે અત્યાચાર સહન કરીશું તેમણે લોકોને કહ્યું કે, તમારો આત્મા જગાડો. ત્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસી આંદોલનો કરતા રહેશું અને સરકાર આપણી નહીં સાંભળે.
જીનામુ આપવાની ચેલેન્જ અંગે શું કહ્યું ?
વધુમાં ગોપાલ ઈટાલિયાએ રાજીનામુ આપવાની ચેલેન્જ અંગે કહ્યું કે, આખી સરકારે રાજીનામુ આપવું જોઈએ, ગુજરાતમાં બનતી વિવિધ ઘટનાઓમાં સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થવા મામલે તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયાના રાજીનામું આપવથી ગુજરાતમાં પુલ તુટતા બંધ નહીં થાય ગુજરાતમાં ડ્રગ્સ વેચાતું બંધ નથી થાય આખી સરકાર રાજીનામુ આપશે ત્યારે ગુજરાતમાં સોનાનો સુરજ ઉંઘશે.








