
Gram Panchayat Elections 2025: ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો અને ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે, કડી અને વિસાવદર વિધાનસભા મતવિભાગોમાં આવેલા કડી, જોટાણા, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ (ગ્રામ્ય) અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય વિધાનસભાની પેટા ચૂંટણીની કામગીરીને કારણે લેવાયો છે, જેમાં આ વિસ્તારોનો સ્ટાફ સંપૂર્ણપણે રોકાયેલો છે.
6 ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ
રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 15(1) તથા ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) અને 70 હેઠળ રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે તારીખો નક્કી કરવામાં આવી હતી. જોકે, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના 29 મે, 2025ના પત્ર મુજબ, ઉપરોક્ત તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ સ્થગિત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, કડીના બે તાલુકામાં પંચાયતની ચૂંટણી યોજાવાની હતી જ્યારે જોટાણાના 10 અને કડીના 93 ગામોમાં, વિસાવદર વિધાનસભાના 4 તાલુકામાં , વિસાવદરના 33, ભેંસાણના 20 ગામ, જૂનાગઢના 14 અને બગસરાના 3 ગામમાં ચૂંટણી થવાની હતી જેને હાલ પુરતી સ્થગિત કરવામા આવી છે.

નવો કાર્યક્રમ ક્યારે જાહેર કરાશે
આયોગે સ્પષ્ટ કર્યું છે કે, આ તાલુકાઓની ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટે નવો કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે.
કડી વિસાવદરમાં ક્યારે યોજાશે ચૂંટણી
નોંધનીય છે કે આગામી મહિને કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવાની છે જેમાં 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામો જાહેર થશે. ત્યારે ચૂંટણીપંચે આ ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
આ પણ વાંચોઃ
હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર








